Viral Video: સાવધાન ! કમજોર દિલના લોકો ન જુએ આ વીડિયો, સાંપોના ઝૂંડ વચ્ચે ઉભેલા આ વ્યક્તિને જોઇને લાગી શકે છે ડર

|

Sep 25, 2021 | 8:30 AM

આ વીડિયો પર લોકોની પ્રતિક્રિયા વિશે વાત કરતા, એક વ્યક્તિએ લખ્યું કે આ પરિસ્થિતિ વિશે વિચારીને તેનો આત્મા કંપી રહ્યો છે. ખબર નથી કે આ વ્યક્તિ તેમની વચ્ચે આટલી આરામથી કેવી રીતે જીવે છે?

Viral Video: સાવધાન ! કમજોર દિલના લોકો ન જુએ આ વીડિયો, સાંપોના ઝૂંડ વચ્ચે ઉભેલા આ વ્યક્તિને જોઇને લાગી શકે છે ડર
Man captured with dozen giant snakes

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) પર ફની વીડિયોની (Funny Video) કોઈ કમી નથી. ઘણીવાર એવા વીડિયો જોવા મળે છે જેને જોઈને પોતાની આંખો પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ બની જાય છે. પ્રાણીઓના વીડિયો પણ ઇન્ટરનેટ પર વાયરલ (Viral Video) થાય છે. તમે બધા સારી રીતે જાણતા હશો કે સાપ જોયા પછી એક સામાન્ય વ્યક્તિની બોલતી બંધ થઈ જાય છે. દુનિયામાં નાનાથી મોટા સાપ જોવા મળે છે. જ્યાં નાના સાપ ઝેરી હોય છે, મોટા સાપ ખતરનાક હોય છે. તમે બધા વિચારતા હશો કે આજે આપણે સાપ વિશે કેમ વાત કરી રહ્યા છીએ?

વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર દેખાઈ રહેલા વીડિયોમાં, એક વ્યક્તિ ઘણા બધા સાપો વચ્ચે મસ્તી કરતો અને ખુશ જોવા મળે છે. થોડા સમય પછી બધા સાપ તે વ્યક્તિ પર ચઢે છે, તે વ્યક્તિ ન તો ડરે છે અને ન ગભરાય છે. વીડિયોમાં આ વ્યક્તિ ખૂબ જ આરામથી હસતો જોવા મળે  છે.

https://youtu.be/R7mq3X1_FYE

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

આ વીડિયો યુટ્યુબ પર MrRare ના પેજ પર જોવા મળી રહ્યો છે. આ સિવાય આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પણ વાયરલ થઈ રહ્યો છે. હજારો લોકોએ તેને અત્યાર સુધી જોયો છે. આ પછી વીડિયો અન્ય પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવ્યો હતો. ઘણા લોકોએ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા શેર કરી છે. આટલા મોટા પ્રમાણમાં સાપને જોયા પછી દરેકનું હૃદય ધ્રૂજી ઉઠ્યુ છે. ઘણીવાર તમે જોયું હશે કે આ મોટા સાપ પોતાની આજુબાજુ કોઈને પણ લપેટી લે છે. તમને જણાવી દઈએ કે તેમની પકડ એટલી મજબૂત છે કે તેઓ માનવ હાડકાનો પાવડર બનાવી શકે છે.

આ વીડિયો પર લોકોની પ્રતિક્રિયા વિશે વાત કરતા, એક વ્યક્તિએ લખ્યું કે આ પરિસ્થિતિ વિશે વિચારીને તેનો આત્મા કંપી રહ્યો છે. ખબર નથી કે આ વ્યક્તિ તેમની વચ્ચે આટલી આરામથી કેવી રીતે જીવે છે? અન્ય એક યુઝરે લખ્યું, ‘આ વીડિયો ખૂબ જ ખતરનાક લાગે છે’ આ સિવાય, બાકીના યુઝરે એક આઘાતજનક ઇમોજી શેર કરી છે.

આ પણ વાંચો –

UNGAમાં ઇમરાન ખાને “કાશ્મીર રાગ” આલાપ્યો તો, ભારતે કહ્યું પહેલા ગેરકાયદે કબજાથી હટે પાકિસ્તાન

આ પણ વાંચો –

Viral Video: મા-બાપને મદદ કરવા સવારે અખબાર વેચે છે આ છોકરો, મંત્રીએ વીડિયો શેયર કરીને કર્યા વખાણ

આ પણ વાંચો –

Bollywood News: શું રણબીર સાથે લગ્ન બાદ આ બંગલામાં રહેશે આલિયા ભટ્ટ ? સપનાના મકાનની મુલાકાત લીધી

Next Article