સિંહણ પર્યટકોની કારમાં ચઢી ગઈ, જંગલ સફારી દરમિયાન જોવા મળ્યો ડરામણો નજારો, જુઓ વીડિયો

સિંહણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ જ ઉત્સાહથી જોઈ રહ્યા છે. વાસ્તવમાં, કેટલાક પ્રવાસીઓ વાઇલ્ડ સફારી કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક એક સિંહણ આવી અને તેમની કારમાં ઘૂસી જાય છે અને તેમને લાડ પ્રેમ કરવા લાગે છે. આ દૃશ્ય જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

સિંહણ પર્યટકોની કારમાં ચઢી ગઈ, જંગલ સફારી દરમિયાન જોવા મળ્યો ડરામણો નજારો, જુઓ વીડિયો
Animal Viral video
| Updated on: Nov 23, 2023 | 9:25 AM

જંગલી પ્રાણીઓથી બધા જ લોકો ડરે છે. જો કોઈ વ્યક્તિ સામે અચાનક સિંહ અથવા વાઘ આવે છે, તો તે દેખીતી રીતે તેની સ્થિતિ વધુ ખરાબ થઈ જશે. આ જ કારણ છે કે આવા ખતરનાક જંગલી પ્રાણીઓને પ્રાણી સંગ્રહાલયમાં બંધ રાખવામાં આવે છે અથવા તો પાંજરામાં રાખવામાં આવે છે. જેથી તેઓ કોઈને નુકસાન ન પહોંચાડી શકે.

જો કે, આજકાલ જંગલ સફારી એક ફેશન બની ગઈ છે. જેમાં લોકો જંગલમાં જઈને સિંહ અને વાઘ જેવા ખતરનાક પ્રાણીઓને ખૂબ નજીકથી જોવાનો આનંદ લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણી વખત આ પ્રાણીઓ પર્યટકોથી ભરેલા વાહનો પર પણ ચઢી જાય છે. જેના કારણે તેમની હાલત વધુ ખરાબ થઈ જાય છે. આજકાલ ઈન્ટરનેટ પર આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમને હસવું પણ આવશે અને તમને ડર પણ લાગશે કે આવું શું થઈ રહ્યું છે.

સિંહણ પ્રવાસીઓથી ભરેલી કાર પર ચડી

હકિકતમાં જોઈએ તો આ વીડિયોમાં એક સિંહણ પ્રવાસીઓથી ભરેલી કાર પર ચડીને તેમના પર પ્રેમ વરસાવે છે. આ એકદમ આશ્ચર્યજનક દૃશ્ય છે, કારણ કે સામાન્ય રીતે આ પ્રાણીઓ માણસોને લાડ લડાવતા નથી પરંતુ તેમના પર ખોરાક સમજીને સીધો હુમલો કરે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પ્રવાસીઓની કાર રોકાય છે, પછી તેના પર એક સિંહણ ચઢી જાય છે અને એક પછી એક મહિલાઓ પાસે જાય છે અને તેમને લાડ કરવા લાગે છે અને તેમને ગળે લગાવે છે.

આ દ્રશ્ય જોઈને એવું લાગે છે કે જાણે તે સિંહણ નહીં પરંતુ પાળતું કૂતરું છે. જે તેના માલિક પર પ્રેમ વરસાવી રહી છે. જો કે આપણે સિંહણથી દૂર જ વધારે સારા. આ વીડિયો તમને ગમશે પણ જોઈને થોડોક ડર પણ લાગશે.

સિંહણનો શોકિંગ વીડિયો અહીંયા જુઓ……

આ શોકિંગ વીડિયો બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર પણ કરી રહ્યા છે. આ વીડિયો ટ્વિટર પર @AMAZlNGNATURE નામના અકાઉન્ટ ID સાથે શેર કરવામાં આવ્યો છે. માત્ર 41 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 9 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. એક લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

વીડિયો જોયા પછી લોકોએ વિવિધ પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે ચેતવણી આપતા લખ્યું છે કે, ‘આ પ્રકારના વીડિયો વાસ્તવમાં ખૂબ જ ખતરનાક છે, કારણ કે તે લોકોને વિશ્વાસ કરાવે છે કે સિંહણ તેમના જંગલી સ્વભાવમાં પાછી નહીં આવે’. બીજા અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘હું પ્રાણીઓને પ્રેમ કરું છું, પરંતુ જો હું હોત તો ત્યાં તેમની સાથે મને ચોક્કસપણે ડર લાગત.’

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

 ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો