કુતરાએ સિંહને કર્યા ‘શેક હેન્ડ’, વીડિયો જોશો તો તમારો દિવસ બની જશે

|

Dec 10, 2022 | 2:17 PM

Viral Video : વીડિયોમાં સિંહ કૂતરા જાણે એક બીજા સાથે હાથ મિલાવી એક બીજાનું અભિવાદન કરી રહ્યા હોય તેમ જણાઇ રહ્યુ છે.એવો દાવો કરવામાં આવ્યો હતો કે બંને સાથે મોટા થયા છે અને હવે મિત્રો છે.

કુતરાએ સિંહને કર્યા શેક હેન્ડ, વીડિયો જોશો તો તમારો દિવસ બની જશે
Lion strike friendship with a dog, wildlife experts perplexed

Follow us on

જૂની ક્લિપ સોશિયલ મીડિયા પર ઘણી જોવા મળી રહી છે. આ વીડિયોમાં એક સફેદ સિંહ અને એક કૂતરો સાથે જોવા મળે છે. હા, બંનેની મિત્રતા ચર્ચામાં છે. ખરેખર, વીડિયોમાં સિંહ કૂતરા જાણે એક બીજા સાથે હાથ મિલાવી એક બીજાનું અભિવાદન કરી રહ્યા હોય તેમ જણાઇ રહ્યુ છે.એવો દાવો કરવામાં આવ્યો હતો કે બંને સાથે મોટા થયા છે અને હવે મિત્રો છે. આ વીડિયો બ્લેગ જગુઆર વ્હાઇટ ટાઇગર ફાઉન્ડેન દ્વારા ફિલ્માવવામાં આવ્યો છે.

વીડિયોમાં શું છે ?

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કૂતરો જાળી પાસે ઉભો છે. ત્યારે જ સફેદ રંગનો બબ્બર સિંહ તેની પાસે પહોંચે છે. કૂતરો સતત તેની પૂંછડી હલાવતો રહે છે. સિંહ તરત જ તેની નજીક જાય છે, અને તેનો એક પંજો ઉપાડીને, કૂતરાના એક હાથને હવામાં ઊંચકીને તેના મોં પાસે લાવે છે. એવું લાગે છે કે તે કૂતરાના પંજાને ચુંબન કરી રહ્યો છે. આ પછી બંને એકબીજાને જુએ છે. જો કે, કૂતરો પાછું વળે કે તરત જ સિંહ તેનો પીછો કરે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સિંહ અને કૂતરો બંને મિત્રો છે!

આ વીડિયો સોશિયલ મીડિયા પર પહેલાથી જ વાયરલ થઈ ચૂક્યો છે. આ વખતે તેને ‘ડોગ્સ લવર’ નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી શેર કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં કહ્યું કે તેમના સંબંધોનો દોર ખૂબ જ મજબૂત છે. બંને એક સાથે મોટા થયા છે અને હવે મિત્રો છે. જો કે, આ વીડિયો ક્યાં શૂટ કરવામાં આવ્યો છે તેની હજુ પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ સમાચાર લખાય છે ત્યાં સુધી આ ક્લિપને લાખો વ્યૂઝ અને હજારો લાઈક્સ મળી ચૂકી છે.

શું તમે ક્યારેય આવું દ્રશ્ય જોયું છે?

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

Next Article