રણવીર સિંહના લુકને કોપી કરતા જોવા મળ્યા કપિલ દેવ, લોકોએ આપ્યા ફની રિએક્શન્સ

|

Oct 21, 2021 | 7:54 AM

જ્યારથી કપિલ દેવની આ જાહેરાત વાયરલ થઈ છે, વીડિયો પર ઘણી રમુજી ટિપ્પણીઓ અને રમુજી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.7 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.

રણવીર સિંહના લુકને કોપી કરતા જોવા મળ્યા કપિલ દેવ, લોકોએ આપ્યા ફની રિએક્શન્સ
Kapil dev copied Ranveer Singh's fashion style

Follow us on

ભારતનો પહેલો ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ (Kapil Dev) સોશિયલ મીડિયા (Social Media) પર એટલો સક્રિય નથી, પરંતુ હવે તે ઇન્ટરનેટ પર છવાયેવા છે. આનું કારણ આશ્ચર્યજનક છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં તેમની એક જાહેરાત જોવા મળી હતી, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. વીડિયોમાં (Viral Video) જોઈ શકાય છે કે તે અભિનેતા રણવીર સિંહની (Ranveer Singh) નકલ કરતો જોવા મળે છે. તમે બધા એ વાત તો જાણતા જ હશો કે તેઓ પોતાના શાંત વર્તન માટે જાણીતા છે. હવે તેમનો આ વીડિયો તમામ ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. આ સાથે, વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે.

તમે બધા જાણતા હશો કે રણવીર તેની આગામી ફિલ્મ 83 માં ક્રિકેટરનું પાત્ર ભજવી રહ્યો છે. આ વીડિયો કપિલ દેવે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે, જે શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું, ‘સર, હું ફેશનેબલ છું. હું હજુ પણ ફેશનેબલ છું. ‘

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

વીડિયોમાં તમે કપિલ દેવના ઘણા સ્વરૂપો જોઈ શકો છો. વીડિયોની શરૂઆતમાં, તે ‘લિજેન્ડરી’ ક્રિકેટરોની એક પિંક પોશાક પહેરીને તાળીઓ પાડતો જોવા મળે છે. વીડિયોમાં, તે મેદાનમાં ઓલ-પિંક ડ્રેસમાં જોવા મળી રહ્યો છે. આ પછી, કપિલ દેવને ઘણાં બધાં આઉટફિટ્સમાં જોઈ શકાય છે. હવે કપિલ દેવનો આ ડ્રેસ રણવીર સિંહના ઘણા લુકની યાદ અપાવે છે.

જ્યારથી કપિલ દેવની આ જાહેરાત વાયરલ થઈ છે, વીડિયો પર ઘણી રમુજી ટિપ્પણીઓ અને રમુજી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.7 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ સાથે, લોકો તેમની પસંદ અને ટિપ્પણીઓ દ્વારા ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

Next Article