ભારત (India) અને નેપાળ(Nepal) બે અલગ- અલગ દેશો છે, પરંતુ આ બે દેશોની સંસ્કૃતિ ઘણી સમાન છે. આ જ કારણ છે કે ભારત અને નેપાળના લોકો વચ્ચે ઘણી સમાનતાઓ છે. એક ખાસ વાત એ છે કે ભારત જેટલો સુંદર દેશ છે એટલો જ નેપાળ પણ છે. ઉત્તરાખંડના (Utrakhand) ધારચુલામાં (Dharchula) એક એવી જગ્યા છે જ્યાં બંને દેશોની સરહદો મળે છે. આ સ્થળે એક નદી છે અને તેની એક બાજુ ભારત છે અને બીજી બાજુ નેપાળ છે.
કોઈ પણ વ્યક્તિએ માત્ર એક દેશથી બીજા દેશમાં જવા માટે આ નદી પાર કરવી પડે છે. આ સ્થળની સુંદરતા એક ક્ષણમાં કોઈને પણ મોહિત કરી દે છે. તેથી જ અહીંના સુંદર મેદાનોમાં ફરવા માટે ઘણા પ્રવાસીઓ આવવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક યુઝરે તેના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી આ ભારત-નેપાળ સરહદની ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે. આ તસવીર જોયા બાદ દરેકને ખબર પડશે કે આ જગ્યા વિશ્વની સૌથી સુંદર સરહદો પૈકી એક છે.
પંકજ ભટ્ટે જે તસ્વીર શેર કરી છે. તેમાં ટેકરીઓના ખોળામાં સ્થાયી થયેલા દારચુલા અને ધારચુલાની મોહક છાયા દેખાય છે. વાસ્તવમાં દારચુલા નેપાળનો ભાગ છે અને ધારચુલા ભારતનો ભાગ છે. આ બે સ્થળો વચ્ચે એક નદી પસાર થઈ રહી છે, જે બંને દેશોને જોડે છે. ફોટામાં નદીની જમણી બાજુ ભારત દેખાય છે, જ્યારે નેપાળ ડાબી બાજુ દેખાય છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ ફોટોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
હિમાલય પર્વતોથી ઘેરાયેલા ધારચુલા નામ પાછળ પણ એક તર્ક છે. તે ધાર એટલે કે ટેકરી અને ચૂલા એટલે કે ચુલ્હા શબ્દોથી બનેલો છે. આથી તેને ધારચુલા તરીકે ઓળખવામાં આવે છે. તમારી મુસાફરી દરમિયાન જ્યારે તમે અહીંના સ્થાનિક લોકોને મળો છો, ત્યારે તમે અનુમાન પણ કરી શકશો નહીં કે આ લોકો ભારતીય છે. આ લોકો દેખાવમાં એવા જ લાગે છે કે જેવા નેપાળના લોકો હોય છે.
આ પણ વાંચો : Viral : કેટલાક રાજ્યોમાં શાળાઓ ખુલતા સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ ! જોઈને તમે હસીને લોટપોટ થઈ જશો
આ પણ વાંચો : India And China : આ મહિનામાં થઇ શકે છે કમાન્ડર લેવલની મિટિંગ, હોટ સ્પ્રિંગને લઈને થશે વાતચીત