ભારત પાકિસ્તાનથી 20 વર્ષ આગળ, ચંદ્ર બાદ હવે સૂર્ય મિશન આદિત્ય L-1 પર જાણો શું બોલ્યા પાકિસ્તાની?

પાકિસ્તાનના લોકોના મતે, જે રીતે ભારતે ચંદ્ર મિશનમાં પોતાને સાબિત કર્યું છે તે જ રીતે તે સૌર મિશનમાં પણ પોતાને સાબિત કરવા માટે તૈયાર છે. પાકિસ્તાની મહિલા યુટ્યુબર સના અમજદે હવે ભારતના સૂર્ય મિશન પર પાકિસ્તાના લોકોના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે એવા એવા રિએક્શન સામે આવ્યા જે જોઈને તમે પણ પેટ પકડીને હસી પડશો.

ભારત પાકિસ્તાનથી 20 વર્ષ આગળ, ચંદ્ર બાદ હવે સૂર્ય મિશન આદિત્ય L-1 પર જાણો શું બોલ્યા પાકિસ્તાની?
Pakistani reaction on Aditya L1
| Edited By: | Updated on: Sep 01, 2023 | 3:22 PM

Pakistani: ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) હવે સૂર્યનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહી છે. ઈસરોએ સોમવારે કહ્યું કે સૂર્યનો અભ્યાસ કરવા માટેનું ભારતનું પ્રથમ સૂર્ય મિશન ‘આદિત્ય L-1’ 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી લોન્ચ કરવામાં આવશે.

સામાન્ય જનતાને શ્રીહરિકોટા લોન્ચ વ્યુ ગેલેરીમાંથી તેનું લોન્ચિંગ જોવાની પણ મંજૂરી આપવામાં આવી છે. અવકાશમાં ભારતના ઉદયને સમગ્ર વિશ્વ સલામ કરી રહ્યું છે. દરમિયાન, પાકિસ્તાની મહિલા યુટ્યુબર સના અમજદે હવે ભારતના સૂર્ય મિશન પર પાકિસ્તાના લોકોના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે એવા એવા રિએક્શન સામે આવ્યા જે જોઈને તમે પણ ચોકી જશો.

આદિત્ય L-1 પર પાકિસ્તાનીઓના રિએક્શન

ભારતના સૂર્ય મિશન પર પ્રતિક્રિયા આપતા એક પાકિસ્તાની એ કહ્યુ કે ભારતમાં રિસર્ચ માટે જે તે ફિલ્ડના લોકોને બેસાડવામા્ં આવે છે જ્યારે પાકિસ્તાનમાં રિસર્ચમાં બેઠેલા લોકો પોલિટિકલ લોકો છે જેને આ અંગે પહેલાથી જ કોઈ જાણકારી નથી ત્યારે બાજા એક વ્યક્તિએ કહ્યુ કે ભારત આપણો જ દેશ છે આપડે એક માતાના જ જણેલા પુત્રો છે તો ભારતને આ સફળતા મળશે તો આપણી ખુશ ત્યારે તેને લઈને ભારતનું આ મિશન પણ સફળ રહેશે તેવુ પાકિસ્તાની યુવકે વાતચીત દરમિયાન કહ્યું. ત્યારે કોઈએ કહ્યું કે ભારત પાકિસ્તાનથી 20 વર્ષ આગળ છે અને પાકિસ્તાનમાં હજુ પણ લોટને લઈને ઝઘડા ચાલી રહ્યા છે.

ભારતની કરી વાહવાહી

આદિત્ય એલ 1ને લઈને હવે સમગ્ર દુનિયાની નજર ભારત પર છે ત્યારે પડોશી દેશ પાકિસ્તાનના લોકો ભારતની વાહવાહી કરી ક્હ્યુ કે ભારત ટેકનોલોજી પર ઘણુ કામ કરી રહ્યું છે અને તે પાકિસ્તાથી અનેક મામલે આગળ છે. ત્યારે આ સાથે તેમણે તે પણ કહ્યું કે ચંદ્રયાન-3ના સમયે પાકિસ્તાને ભારતો ખુબ મજાક બનાવ્યો પણ તે બધા બાદ પણ ભારત ફરી ઉભુ થયુ અને અંતે ચંદ્રયાને લેન્ડ કરાવીને માન્યુ ત્યારે આ જોતા સૂર્ય મિશન પણ જરુરથી તેના ગોલ્સ પાર કરી લેશે તેમ જણાવ્યું હતુ.

આદિત્ય-L1 ભારતના હેવી-ડ્યુટી લોન્ચ વ્હીકલ પીએસએલવી પર 15 લાખ કિલોમીટરની મુસાફરી કરશે. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે લોન્ચિંગ બાદ પૃથ્વીથી લેરેન્જ પોઈન્ટ 1 (L1) સુધી પહોંચવામાં 125 દિવસ લાગશે. ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. આદિત્ય-L1 અવકાશયાન સૌર કોરોના (સૂર્યનું સૌથી બહારનું સ્તર) ના દૂરસ્થ અવલોકનો અને L1 (સન-અર્થ લેગ્રેન્જ પોઈન્ટ) પર સૌર પવનના સીટુ અવલોકનો માટે રચાયેલ છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો