આજે કોઈ પણ વસ્તુ હોય કે વીડિયો હોય સોશિયલ મીડિયામાં (Social media) રાતોરાત વાયરલ થઈ જાય છે. અમુક લોકો તો તેની સોશિયલ મીડિયા પોસ્ટ માટે જ જાણીતા હોય છે. ઉદ્યોગપતિ હર્ષ ગોયનકા (Harsh Goenka) અવારનવાર પોતાના ટ્વીટને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે તેમનું બીજું ટ્વીટ ચર્ચામાં છે.
તેને એક પોસ્ટ શેર કરતી વખતે રમુજી સ્વરમાં લખ્યું હતું કે મને ખબર નથી કે તેને કેવી રીતે જવાબ આપવો. ગોયનકાએ પોતાની પોસ્ટમાં એક લેટર શેર કર્યો છે. જે મુજબ એક મહિલા વર્ક ફ્રોમ હોમનો અંત લાવવાની વિનંતી કરી રહી છે. ઘણા લોકોએ ગોયનકાના આ ટ્વીટને રીટ્વીટ કર્યું છે, જ્યારે હજારો લોકોએ તેને પસંદ કર્યું છે.
ઉદ્યોગપતિ ગોયનકાએ પતિના વર્ક ફ્રોમ હોમથી પરેશાન એક મહિલાનો એક મજેદાર લેટર શેર કર્યો છે. જેમાં મહિલા પોતાના લગ્નજીવનને બચાવવા વિનંતી કરી રહી છે. વાયરલ લેટરમાં મહિલાએ લખ્યું હતું કે, મારા પતિને વર્ક ફ્રોમ હોમ કરવાને બદલે ઓફિસથી કામ કરવાની મંજૂરી આપો. આની પાછળ દલીલ કરતા મહિલાએ વધુમાં લખ્યું હતું કે તેનો પતિ ઘરેથી કામ કરતી વખતે 10 કપ કોફી પીવે છે. આ સાથે જ તે જુદા જુદા રૂમમાં ફરે છે. મહિલા ફરિયાદ કરે છે કે તેનો પતિ ઘરને ગંદુ બનાવે છે અને કામ દરમિયાન સૂઈ જાય છે.
Don’t know how to respond to her….😀 pic.twitter.com/SuLFKzbCXy
— Harsh Goenka (@hvgoenka) September 9, 2021
મહિલાએ વધુમાં લખ્યું હતું કે તેના પતિને રસીના બંને ડોઝ મળ્યા છે. તેથી ઓફિસમાં કામ કરતી વખતે તમામ કોવિડ પ્રોટોકોલનું પાલન કરશે. જો ઘરેથી કામ આ રીતે ચાલુ રહેશે તો તેમના લગ્ન ચોક્કસપણે લાંબા સમય સુધી ચાલશે નહીં. મહિલાને બે બાળકો છે. જેની સંભાળનો પણ તેને ઉલ્લેખ કર્યો છે.
હર્ષ ગોયનકાનું આ ટ્વીટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. ઘણા યુઝર્સ આ ટ્વીટમાં ખુદને જોઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું છે, હકીકતમાં તે કેટલાક લોકો માટે સમસ્યા બની ગઈ છે. માત્ર પરિણીત યુગલો જ નહીં, પરંતુ ઘણા પરિવારો પરેશાન છે. બીજી બાજુ, અન્ય એક યુઝરે લખ્યું છે કે ઓફિસમાં પૂરતા મશીનો હોવા જોઈએ, જેથી બંને ખુશ રહે.
આ પણ વાંચો : Skin Care Tips : સંતરા જ નહીં પરંતુ તેની છાલ પણ છે ગ્લોઈંગ ત્વચા માટે ફાયદાકારક, આ રીતે બનાવો ફેસપેક
આ પણ વાંચો :INS Dhruv: ન્યૂક્લિયર મિસાઈલ ટ્રેકિંગ જહાજ છે આઈએનએસ ધ્રુવ, દુશ્મનના પરમાણુ હુમલાને કરશે નિષ્ક્રિય