TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: અમારા બાળપણમાં 3G 4G નહીં ફક્ત બાપુ જી અને ગુરૂ જી હતાં, જે એક જ થપ્પડ મારીને ફૂલ નેટવર્ક પકડાવી દેતાં હતાં

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: અમારા બાળપણમાં 3G 4G નહીં ફક્ત બાપુ જી અને ગુરૂ જી હતાં, જે એક જ થપ્પડ મારીને ફૂલ નેટવર્ક પકડાવી દેતાં હતાં
TV9 Gujarati 'Hasya No Dayro'
| Edited By: | Updated on: Nov 28, 2021 | 9:13 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

😁 કડવું સત્ય 😁

જે કાગળ પર
અભણનો અંગુઠો લેવાયો,

એમાં છેલ્લો મુદ્દો એ હતો કે,
મેં ઉપરની બધી
શરતો વાંચી છે…

———————————————————–

દિકરો બિયર પીને ઘરે આવી ગયો હતો.

પપ્પા ખીજવાશે એ બીકથી લેપટોપ ખોલીને વાંચવા બેઠો.

પપ્પાઃ આજે પણ તું પીને આવ્યો છે?

દિકરોઃ ના પપ્પા ના, હું પીને નથી આવ્યો વાંચી રહ્યો છું.

પપ્પાઃ તો પછી સુટકેસ ખોલીને કેમ વાંચે છે?

————————————————————–

શિક્ષકે બોર્ડ પર એક સ્પેલિંગ લખ્યો
GERMANY
બોલો વિદ્યાર્થીઓ આ શું લખ્યું છે ?
બધા એકસાથે બોલ્યા ”
ગેરમાન્ય ”
શિક્ષક આશ્ચર્યને ગુસ્સા સાથે બોલ્યા તમને બોર્ડમાં પાસ કોણે કર્યા ???
વિધાર્થીઓ : સર, CORONA એ
😄😄😀

——————————————————————–

અમારા બાળપણમાં 3 જી , 4જી જેવું કંઈ પણ નહોતું…
ફક્ત બાપુ જી અને ગુરૂ જી હતાં જે એક જ થપ્પડ મારીને ફૂલ નેટવર્ક પકડાવી દેતાં હતાં.


એક છોકરીનું નામ બીના હતું,

એ બહું હોશિયાર હતી.

દાંતની ડોક્ટર બની જાય છે અને એણે પોતાનું ક્લીનીક ખોલ્યું અને ક્લીનીકની બહાર બોર્ડ મારેલું
ડો. બીના દાંત કા દવાખાના

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો – Arvalli: સોનગઢની મહિલાને જૂનાગઢના યુવક સાથે પ્રેમ થયો, અરવલ્લીમાં આવ્યો પ્રેમનો કરુણ અંજામ ! ડબલ મર્ડરનો ઉકેલાયો ભેદ

આ પણ વાંચો – કોરોનાના વધતા સંક્રમણ અંગે CM અશોક ગેહલોતે વ્યક્ત કરી ચિંતા, કહ્યું “કેન્દ્ર સરકારે વેક્સિનના બૂસ્ટર ડોઝ અંગે નિર્ણય લેવો જોઈએ”

આ પણ વાંચો –

Birthday Special : માતાના નિધનના દુખમાં ડ્રગ્સનો વ્યસની બની ગયો હતો પ્રતિક બબ્બર, પિતા પર ગુસ્સે થઇને હટાવી દીધી હતી સરનેમ