Viral video : વીડિયો બનાવતી છોકરીને જોવામાં કાકા ભૂલ્યા ભાન, વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

આપણે એ કહેવત તો સાંભળી જ હોય છે કે 'સાવધાની હટી, દુર્ઘટના ઘટી' હાલ વાયરલ થાય આ વીડિયો (Viral video) પણ આ કહેવત સાથે જોડાયેલો છે. જેમાં એક છોકરી વીડિયો બનાવી રહી છે, પણ પછી એક કાકા આવે છે. તે છોકરીને જોવાના ચક્કરમાં પછી શુ થાય છે તે જુઓ આ વીડિયોમાં

Viral video : વીડિયો બનાવતી છોકરીને જોવામાં કાકા ભૂલ્યા ભાન, વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ
Funny viral video
| Edited By: | Updated on: Oct 25, 2021 | 7:29 AM

આજે બધા જ લોકો સોશિયલ મીડિયામાં (social media) એટલા એક્ટિવ રહે છે કે અમુકની સવાર જ સોશિયલ મીડિયા દ્વારા થાય છે. સોશિયલ મીડિયામાં તમે એકથી એક ચડિયાતા વિડીયો જોઈ શકો છો. આમાંના કેટલાક વીડિયો એટલા ફની છે કે તે આવતાની સાથે જસોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને નવાઈ લાગે છે, પરંતુ આ દિવસોમાં એક ફની વીડિયો સામે આવ્યો છે. જેને જોયા પછી એક વાત તો નક્કી છે કે તમે તમારા હાસ્યને કાબૂમાં નહીં રાખી શકો.

તમે તે કહેવત સાંભળી હશે, ‘સાવધાની હટી દુર્ઘટના ઘટી’. વાયરલ થઈ રહેલો આ વીડિયો પણ આ કહેવત સાથે સંબંધિત છે. વીડિયોમાં જોઈ શકાય છે કે. એક છોકરી રસ્તા વચ્ચે વીડિયો બનાવી રહી છે. પણ પછી કાકા ફ્રેમમાં આવે છે, જે પોતાની સાઈકલ પર જઈ રહ્યા છે પરંતુ, છોકરીને જોઈને તે બધું ભૂલી જાય છે અને તેનો રસ્તો ભૂલી જાય છે. આ સમગ્ર મામલો કેમેરામાં કેદ થયો હતો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી રસ્તા પર તેનો વીડિયો બનાવી રહી છે. ત્યારે જ વીડિયોમાં એક કાકા આવે છે અને છોકરીને જોઈને પોતાનો રસ્તો ભૂલી જાય છે. જે રીતે તે છોકરીને જોવામાં વ્યસ્ત થઈ જાય છે ત્યારે તેને ખબર ના હતી કે તે ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે.

આ ફની વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આના પર ઘણા લોકોએ ફની કમેન્ટ્સ પણ કરી છે. વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું હતું કે, “બસ કાકા શું કરી રહ્યા છો કાકા …! જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘ચચા-ચચા હો ગયા બસ.’ આ વીડિયો પર અન્ય ઘણા લોકોએ કમેન્ટ કરી છે. આ ફની વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘memes.bks’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે અને તેનો આનંદ માણતા તેની પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો : Edible Oils Price : તહેવારોની સીઝનમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારે ફરીથી રાજ્યોને લખ્યો પત્ર

આ પણ વાંચો : Karwa Chauth 2021:ફિલ્મ અને ટીવી સ્ટાર્સ કરવા ચોથ પર આ સ્ટાઇલમાં જોવા મળ્યા, તેમની સુંદર તસ્વીરો તમને બનાવી દેશે દિવાના

Published On - 7:28 am, Mon, 25 October 21