Funny Video: ચોરી બાદ ચોરની કેમેરા પર પડી નજર, આ પછી કરવા લાગ્યો બ્રેક ડાન્સ

વિશ્વમાં દરરોજ હજારો અને લાખો લૂંટ અને ચોરીઓ થાય છે. પરંતુ કેટલાક ચોર કેમેરામાં આવી હરકતો કરતા જોવા મળ્યા છે. જેને જોઈને તમે પણ તમારા હાસ્ય પર કાબુ નહીં રાખી શકો. આજકાલ સોશિયલ મીડિયા પર ચોરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચોરી કર્યા બાદ જ્યારે ચોરની નજર સીસીટીવી પર પડે છે ત્યારે તે ડરથી નાચવા લાગે છે.

Funny Video: ચોરી બાદ ચોરની કેમેરા પર પડી નજર, આ પછી કરવા લાગ્યો બ્રેક ડાન્સ
File photo
| Edited By: | Updated on: Nov 15, 2021 | 9:38 AM

ઈન્ટરનેટની દુનિયા ફની વીડિયોથી ભરેલી છે. આ પૈકી કેટલાકને જોયા પછી તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે, તો કેટલાક એવા છે જે જોઈને તમે હસશો. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ચોરનો આ વીડિયો જુઓ. એક વ્યક્તિ ચોરીના ઈરાદે શોપિંગ સ્ટોરમાં ઘુસ્યો હતો. 

આ પછી તેણે ત્યાં પડેલું એક પેકેટ તેની ટી-શર્ટમાં છુપાવી દીધું. પણ પછી નજર સામે લાગેલા સીસીટીવી પર પડી છે. તે પછી જે પણ થાય છે તે ખૂબ જ રમુજી છે. કેમેરા જોતા જ વ્યક્તિ દંગ રહી જાય છે. પછી તે થોડીવાર ત્યાં ઉભો રહે છે. આ પછી અચાનક ડાન્સ કરતી વખતે પેકેટને તે જ જગ્યાએ પાછું મૂકી દે છે. તો ચાલો પહેલા આ વિડીયો જોઈએ

વીડિયોમાં ડાન્સ કરતી વખતે ચોર જે રીતે પેકેટને એ જ જગ્યાએ રાખે છે તે જોઈને તમારું હસીને લોટપોટ થઇ જશો. આ વીડિયો માત્ર પોતાનામાં જ આશ્ચર્યજનક નથી, પરંતુ લોકો ચોરની સ્ટાઈલને પણ પસંદ કરી રહ્યા છે. લોકોનો આ વીડિયો એટલો પસંદ કરવામાં આવી રહ્યો છે કે તેઓ તેને વારંવાર જોઈને હસી પડ્યા છે.

રસપ્રદ વાત એ છે કે જ્યાં સુધી ચોરે સીસીટીવી કેમેરા જોયો ત્યાં સુધી તે એકદમ મસ્ત હતો. પરંતુ જ્યારે તેને કેમેરામાં જોતા પકડાઈ જવાનો ડર લાગ્યો ત્યારે ખૂબ જ રમુજી રીતે તેણે ચોરીની વસ્તુ તે જગ્યાએ મૂકી દીધી. આ વીડિયો જેટલો ચોંકાવનારો છે તેટલો જ લોકો તેને જોયા પછી ભડકી રહ્યા છે.

16 સેકન્ડનો આ વીડિયો tyrese નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. એક દિવસ પહેલા શેર કરાયેલા આ વીડિયોને 6 લાખ 58 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. તે જ સમયે યુઝર્સ વીડિયો પર સતત તેમના પ્રતિભાવો પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો :Viral Video: કુતરાના બચ્ચાએ માલિકની નકલ કરી, વિડીયો થઇ રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ

આ પણ વાંચો : ‘2022માં પાંચ રાજ્યોની ચૂંટણી બાદ ફરી વધશે પેટ્રોલ ડીઝલના ભાવ’ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કેન્દ્ર પર સાધ્યું નિશાન