તમે સમોસુ ઉપરથી ખાઓ છો કે નીચેથી? લેડી ડોક્ટરે કર્યો સવાલ, તો ઈન્ટરનેટ પર થઈ કમેન્ટ્સની ભરમાર- Viral Post

ટ્વિટર પર એક મહિલા ડૉક્ટરે લોકોને પૂછ્યું કે તમે સમોસા કેવી રીતે ખાઓ છો. જે બાદ લોકો પણ આના પર ફની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તમે સમોસુ ઉપરથી ખાઓ છો કે નીચેથી? લેડી ડોક્ટરે કર્યો સવાલ, તો ઈન્ટરનેટ પર થઈ કમેન્ટ્સની ભરમાર- Viral Post
Viral post
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Feb 16, 2023 | 5:35 PM

આ દિવસોમાં એક લેડી ડોક્ટરની પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. હકીકતમાં, ડૉક્ટરે ટ્વિટર પર લોકોને ભારતના લોકપ્રિય નાસ્તો સમોસા વિશે એક પ્રશ્ન પૂછ્યો છે, જે પ્રશ્નનો જવાબમાં લોકો એકથી એક જબરદસ્ત કમેન્ટ્સ કરી રહ્યા છે. જો કે આ પ્રશ્ન ડોક્ટરે ઈન્ટરનેટ પર માત્રને માત્ર રમુજી માટે પુછ્યો હતો પણ લોકો તેના જવાબમાં કમેન્ટ્સની વર્ષા કરી રહ્યા છે.

ઈન્ટરનેટ પર એક પોસ્ટ વાયરલ

ડોક્ટર દ્વારા પુછાયેલ આ પ્રશ્ન જોઈને તો પહેલા એમ લાગે છે કે સમોસુ ખાવાની પણ કોઈ ટ્રીક હશે. પણ પછી ડોક્ટર ક્લિયર કરે છે કે આ પ્રશ્ન ઈન્ટરનેટ પર પબ્લિક રમૂજી માટે કર્યો હતો. જે બાદ લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. જો કે, ઘણા યુઝર્સે તેને નિરર્થક પ્રશ્ન ગણાવ્યો અને લખ્યું, ‘મેડમ, તમારા પગ ક્યાં છે, આવા પ્રશ્ન માટે તમને 21 તોપોની સલામી આપવી જોઈએ.’ તો ચાલો જાણીએ કે તે પ્રશ્ન શું છે.

ટ્વિટર પર એક મહિલા ડૉક્ટરે લોકોને પૂછ્યું કે તમે સમોસા કેવી રીતે ખાઓ છો. જે બાદ લોકો પણ આના પર ફની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. જો કે ઘણા યુઝર્સે લેડી ડોક્ટરને ટ્રોલ પણ કર્યા છે.

લોકોની પ્રતિક્રિયા

સમોસું એ ભારતીઓનો લોકપ્રિય નાસ્તો છે, ઘરમાં મહેમાન આવે કે ગમે ત્યારે ભૂખ લાગે… આપણે ભારતીયો કોઈ પણ ટાઈમે સમોસાનો સ્વાદ માણવા તૈયાર રહેતા હોઈએ છીએ. ટ્વિટર પર @DoctorAjayita હેન્ડલ સાથે ડૉ. અજિત્ય નામના યુઝરે ટ્વીટ કર્યું, “રાષ્ટ્રીય મહત્વનો પ્રશ્ન.. શું તમે ઉપરથી સમોસુ ખાવાનું શરૂ કરો છો કે નીચેથી?” જે બાદ તો કમેન્ટ્સની ભરમાર થઈ રહી છે. કેટલાક લોકોએ એવા જવાબો આપ્યા છે કે હસતાં હસતાં પેટ દુખી જાય. તે જ સમયે, ઘણા લોકોએ ડૉક્ટરને ટ્રોલ પણ કર્યા છે, કે ઓવો પ્રશ્ન પુછનાર તમે ખરેખર મહાન છો ત્યારે ડૉક્ટર પર તેના જવાબમાં કહે છે એટલે તો પુછી રહી છું.

લોકોને આ પોસ્ટ એટલી રસપ્રદ લાગી કે અત્યાર સુધીમાં 76 હજારથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. તે જ સમયે, સેંકડો લોકોએ તેને પસંદ કર્યું છે. આ સાથે નેટીઝન્સે પણ રમૂજી રીતે પ્રતિક્રિયા આપી છે.