Fact Check : એક વર્ષ સુધી દેશવાસીઓને ફ્રીમાં મોબાઈલ રિચાર્જ આપશે સરકાર, શું છે આનું સત્ય

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપરા દ્વારા ગોલ્ડ મેડલ જીતવાની ખુશીમાં ભારત સરકાર દેશના તમામ નાગરિકોને 2399 રૂપિયાનું એક વર્ષનું મફત પેક રિચાર્જ કરવાની તક આપી રહી છે.

Fact Check : એક વર્ષ સુધી દેશવાસીઓને ફ્રીમાં મોબાઈલ રિચાર્જ આપશે સરકાર, શું છે આનું સત્ય
Fact Check
| Edited By: | Updated on: Aug 15, 2021 | 8:55 PM

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ આશ્ચર્યજનક પ્રદર્શન કર્યું હતું. ભારતે ઓલિમ્પિકમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા એક ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. જાપાનની રાજધાની ટોક્યોમાં રમાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં નીરજ ચોપરાએ બરછી ફેંકમાં ગોલ્ડ, રવિ દહિયાએ કુસ્તીમાં સિલ્વર, મીરાબાઈ ચાનુ એ વેઈટ લિફ્ટિંગમાં સિલ્વર, પીવી સિંધુએ બેડમિન્ટનમાં બ્રોન્ઝ, કુસ્તીમાં બજરંગ પુનિયાએ બ્રોન્ઝ, બોક્સિંગમાં લવલીના બોરગોહેન બ્રોન્ઝ જીત્યો હતો.

ભારતીય પુરુષ હોકી ટીમે પણ બ્રોન્ઝ મેડલ જીત્યા. ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે, ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને લાલ કિલ્લા પર આમંત્રિત અને સન્માનિત કરવામાં આવ્યા હતા.

નીરજ ચોપરાની સફળતાની ખુશીમાં ફ્રી રિચાર્જ ઓફર સાચી કે ખોટી
અગાઉ ભારતના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત તમામ દિગ્ગજ નેતાઓએ તમામ ઓલિમ્પિક મેડલ વિજેતાઓને અભિનંદન અને પ્રોત્સાહિત કર્યા હતા. નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યા બાદ સમગ્ર દેશમાં ઉત્સવનું વાતાવરણ હતું અને તમામ દેશવાસીઓએ પણ આ ઉત્સવના વાતાવરણમાં ઉગ્ર ઉજવણી કરી હતી. આવી સ્થિતિમાં ઓનલાઈન ફ્રોડ ગેંગને પણ છેતરપિંડી કરવાની તક મળી.

તાજેતરમાં જ વોટ્સએપ પર એક સંદેશ વાયરલ થયો હતો, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપરા દ્વારા સુવર્ણ ચંદ્રક જીતવાની ખુશીમાં ભારત સરકારે દેશના તમામ નાગરિકોને 2399 રૂપિયાના એક વર્ષના પેકને રિચાર્જ કરવાની તક આપી રહી છે. આ પોસ્ટમાં એક લિંક પણ આપવામાં આવી છે, જેના પર ક્લિક કર્યા બાદ લોકો પાસે તેમના ઓપરેટરનું નામ, રાજ્યનું નામ અને મોબાઇલ નંબર માંગવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી પોસ્ટ છે ખોટી
વોટ્સએપ પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટ અંગે પીઆઈબી ફેક્ટ ચેકે તરત જ તેનો પ્રતિભાવ આપ્યો અને આ પોસ્ટનો ખુલાસો કર્યો. PIB ફેક્ટ ચેક અનુસાર, સોશિયલ મીડિયા પર ફ્રી રિચાર્જ વાયરલ થવાના આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે અને ભારત સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી. પીઆઈબી ફેક્ટ ચેકે દેશવાસીઓને અપીલ કરી છે કે આવી કોઈ નકલી લિંક પર ક્લિક કરીને તમારી વ્યક્તિગત માહિતી શેર ન કરો.

ચોક્કસપણે ઓનલાઈન છેતરપિંડીની ગેંગ્સ તમારા ફોન નંબર જેવી વ્યક્તિગત માહિતી મેળવીને તમને છેતરી શકે છે અથવા અન્ય કોઈ પ્રકારનું નુકસાન કરી શકે છે. તમને જણાવી દઈએ કે જે વેબસાઈટ ની લિંક વાયરલ પોસ્ટમાં આપવામાં આવી છે તે સમાચાર લખાય ત્યાં સુધી સક્રિય છે. જો તમને પણ આવી કોઈ પોસ્ટ મળી હોય, તો તેમાં આપેલી લિંક પર ક્લિક કરશો નહીં.

આ પણ વાંચો :Afghanistan: તાલિબાનનું નિવેદન, કાબુલ પર બળપૂર્વક કબજો નહીં કરે, લોકો શાંતિપૂર્વક રાજધાની સોંપી દે

આ પણ વાંચો :એક એકરમાં આ વૃક્ષના 120 છોડનું વાવેતર કરો અને 12 વર્ષમાં કરોડપતિ બનો ! જાણો કેવી રીતે