Viral Video: ‘થ્રી ઈડિયટ્સની’ ફિલ્મ જેવો જ સેમ ટુ સેમ સીન થયો વાયરલ, લોકોએ કહ્યું વચ્ચે વાળા કાકા એ જ છે !

'થ્રી ઈડિયટ્સ'માં એક સીન હતો જ્યારે રાંચો તેના મિત્રના પિતાને બચાવવા માટે કરિના કપૂર એટલે કે પ્રિયાના ટુ વ્હીલર પર દુપટ્ટાથી બાંધીને સીધો હોસ્પિટલ લઈ જાય છે. આ સીનમાં રાંચો સામે, પિતા વચ્ચે અને પ્રિયા પાછળ બેઠેલી જોવા મળે છે. આ સીન તમને બધાને યાદ હશે જ

Viral Video: થ્રી ઈડિયટ્સની ફિલ્મ જેવો જ સેમ ટુ સેમ સીન થયો વાયરલ, લોકોએ કહ્યું વચ્ચે વાળા કાકા એ જ છે !
Exactly the same video as a scene from the famous movie 3 Idiots went viral
| Edited By: | Updated on: May 17, 2023 | 12:12 PM

તમને રાજકુમાર હિરાનીની ફેમસ ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’ તો યાદ જ હશે, જેમાં આમિર ખાન, આર માધવન, શરમન જોશી અને કરીના કપૂરની એક્ટિંગે આપણને ક્યારેક હસાવ્યા તો ક્યારેક ઈમોશનલ કરી દીધા. આ ફિલ્મનો દરેક સીન અદ્ભુત અને યાદગાર હતો. જરા વિચારો કે જો તમે વાસ્તવિક જીવનમાં આ ફિલ્મનું કોઈ દ્રશ્ય સ્ક્રીનની બહાર જોવા મળે તો કેવી મજા આવી જાય !

સ્વાભાવિક છે કે જો તેવો સીન તમને દેખાય જાય કે તમારી સાથે જ બને તો તેને યાદ કરીને હસવા લાગશો. ત્યારે આવો જ એક સીન રિયલ લાઈફમાં રસ્તા પર દોડતો જોવા મળ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે.

થ્રી ઈડિયટ્સના સીન જેવો જ એક વીડિયો વાયરલ

‘થ્રી ઈડિયટ્સ’માં એક સીન હતો જ્યારે રાંચો તેના મિત્રના પિતાને બચાવવા માટે કરિના કપૂર એટલે કે પ્રિયાના ટુ વ્હીલર પર દુપટ્ટાથી બાંધીને સીધો હોસ્પિટલ લઈ જાય છે. આ સીનમાં રાંચો સામે, પિતા વચ્ચે અને પ્રિયા પાછળ બેઠેલી જોવા મળે છે. આ સીન તમને બધાને યાદ હશે જ. ત્યારે શાલુ કશ્યપ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરાયેલા આ વીડિયોનું કેપ્શન પણ એવું જ છે જ્યારે થ્રી ઇડિયટ્સ વાસ્તવિકતામાં દેખાય છે. વીડિયોમાં એક ટુ વ્હીલર દેખાઈ રહ્યું છે, જેમાં બે લોકો આગળ અને પાછળ બેઠેલા જોવા મળે છે અને એક વૃદ્ધ વ્યક્તિ વચ્ચે બેઠેલો જોવા મળે છે. આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ઓલ ઈઝ વેલ.’

વીડિયોમાં દેખાય છે કે કેવી રીતે આગળ એક યુવક ધોતી પહેરી એકટિવા ચલાવી રહ્યો છે પાછળ બીજો એક યુવક હેલ્મેટ પહેરી વચ્ચે બેઠેલા દાદાજીને પકડી રાખ્યા છે. તેમજ વચ્ચે બેઠેલા કાકા પણ સખત રીતે તે યુવકને પકડી રાખ્યો છે.

વીડિયો પર લોકોની પ્રતિક્રિયા

આ વિડિયો જોઈને ઘણા યુઝર્સને ‘થ્રી ઈડિયટ્સ’ના અન્ય પાત્રો પણ યાદ આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘અરે, વચ્ચેવાળા તો એ જ કાકા છે.’ એક યુઝરે લખ્યું કે, ‘હવે કમ્મો લગ્ન કરવાના છે.’ વૃદ્ધ વ્યક્તિ જે રીતે કારને ચુસ્તપણે પકડીને બેઠો હતો તે રીતે એક યુઝર્સે તેને રમુજી લાગ્યું. તેણે ટિપ્પણી કરી કે, ‘દાદા પોતાનો જીવ બચાવવા માટે ચુસ્તપણે પકડી રહ્યા છે.’ કેટલાક યુઝર્સ માટે ‘થ્રી ઈડિયટ્સ’ની યાદો તાજી થઈ ગઈ છે, જેઓ અલગ-અલગ ઈમોજી પોસ્ટ કરીને આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે.