
જો તમે તમારા જીવનથી હમેંશા નિરાશ રહેતા હોવ છો, તો દુનિયામાં એવા ઘણા લોકો છે જેમની જીંદાદીલીમાંથી તમારે ઘણું શીખવાની જરૂર છે. હસન અલી નામના આ વૃદ્ધ તેમાંથી એક છે. એક દાયકા કરતાં વધુ સમય પહેલાં નોકરીમાંથી નિવૃત્ત થયેલા હસન અલીમાં હજુ પણ કામ કરવાની ભાવના છે. જેમનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈના બોરીવલી સ્ટેશન પર આ વૃદ્ધ કાકા રૂમાલ વેચે છે. પોતે બેસી રહેવા કરતા કઈ કરવામાં માને છે. હ્યુમન્સ ઑફ બોમ્બેએ હસન અલીની પ્રેરણાદાયી વાર્તાને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. વાતચીતમાં હસન અલીએ જણાવ્યું કે, એક સમયે તે જૂતાની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતા હતા અને તે સામાન વેચવાની કળા જાણે છે. વેચાણ એ એક કળા છે. અલી કહે છે- તમારે તે વ્યક્તિ કહ્યા વિના જાણવું જોઈએ કે તે શું ઈચ્છે છે અને તેને બરાબર તે જ આપવું જોઈએ. હું વર્ષોથી આ કરવાનું શીખ્યો છું. હું એક વ્યક્તિને જોઉં છું અને મને ખબર છે કે તેને શું ગમશે.
હસન આગળ કહે છે- ‘નામ હસન અલી છે પણ લોકો તેને પ્રેમથી કાકા કહે છે. પરિવારજનો કહે છે કે રિટાયર્ડ થયા પછી ઘરે બેસીને શાંતીથી આરામ કરો. ત્યારે તેને લઈને અલી કહે છે કે જો હું ઘરે બેસીશ, તો હું બીમાર થઈ જઈશ. જ્યારે કામ કરીને મને આનંદ મળે છે. અલીએ આગળ કહ્યું- એવું કહેવાય છે કે કોઈ આકાશમાં તારાઓ ગણી શકતું નથી અને ભાગ્યની રોટલી કોઈ છીનવી શકતું નથી, અને મને નસીબનું મળી જાય છે.’
હસન છેલ્લા 17 વર્ષથી રૂમાલ વેચે છે. તે સમજાવે છે, “મારા પરિવારમાં એક પ્રેમાળ પત્ની, એક પુત્ર, એક પુત્રવધૂ અને એક પૌત્રી છે. દરેક વ્યક્તિ ખૂબ જ સારા છે. દરેક મને આરામ કરવાનું કહે છે! મારો પુત્ર કહે છે, ‘કિતના કામ કરોગે, અબ્બા?” પરંતુ હું તેને હંમેશા કહું છું કે હું સક્રિય રહેવા માંગુ છું અને હું ઘરે રહી બસ સુવા નથી માંગતો.
74 વર્ષીય અલીના ગ્રાહકો તેમને પ્રેમથી કાકા કહીને બોલાવે છે. “દરરોજ, હું મારા ઘરેથી બસ લઈને અહીં આ રૂમાલ વેચવા આવું છું. વર્ષોથી મેં ઘણા કાયમી ગ્રાહકો બનાવ્યા છે. તેઓ બધા મને પ્રેમથી કાકા કહે છે. ગ્રાહકોને પ્રેમ કરો.” સોશિયલ મીડિયા યુઝર્સ હસનની સ્ટોરીથી ખૂબ જ પ્રેરિત અનુભવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે “કાશ હું આવા લોકો સાથે બેસીને જાણી શકું કે જીવનની બીજી બાજુ શું છે. શીખવા જેવું ઘણું છે.”
Published On - 1:25 pm, Sun, 30 April 23