ગજબ! માત્ર 28 કલાકમાં ખડકી દીધી 10 માળની બિલ્ડીંગ, જાણો કઈ ટેક્નિકનો કર્યો ઉપયોગ?

|

Jun 20, 2021 | 8:00 PM

આપણે સૌ એક સપનું સેવીને બેઠા હોઈએ છીએ કે બને તેટલું જલ્દી આપણે આપણું ઘર બનાવી લઈએ. પરંતુ ઘર બનવામાં ઘણા મહિનાઓ સુધીનો સમય લાગી જાય છે.

ગજબ! માત્ર 28 કલાકમાં ખડકી દીધી 10 માળની બિલ્ડીંગ, જાણો કઈ ટેક્નિકનો કર્યો ઉપયોગ?

Follow us on

માત્ર 28 કલાકની અંદર 10 માળની બિલ્ડીંગ તૈયાર થવાના અહેવાલોએ મીડિયા જગતમાં ભૂકંપ લાવી દીધો છે. એક સામાન્ય મકાન બનાવવાના પાયા ગાળવામાં જ એક સપ્તાહ જેટલો સમય લાગી જાતો હોય છે, પરંતુ અહીં તો 10 માળની આલીશાન બિલ્ડીંગ માત્ર 28 કલાક અને 45 મિનિટમાં તૈયાર કરવામાં આવી છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આપણે સૌ એક સપનું સેવીને બેઠા હોઈએ છીએ કે બને તેટલું જલ્દી આપણે આપણું ઘર બનાવી લઈએ. પરંતુ ઘર બનવામાં ઘણા મહિનાઓ સુધીનો સમય લાગી જાય છે. પરંતુ ચીનમાં માત્ર એક દિવસ જેટલા સમયમાં ઘર બનાવવાની ટેક્નિક આવી છે. ચીનની એક કંપનીએ માત્ર 28 કલાક 45 મિનિટમાં, 10 માળની બિલ્ડિંગ તૈયાર કરી દીધી છે.

 

બિલ્ડીંગ બનાવનાર બ્રોડ ગ્રુપે માત્ર એક દિવસમાં સ્ટીલ એપાર્ટમેન્ટ બિલ્ડીંગ બનાવવામાં સફળતા મેળવી છે. ડેવલોપર્સે ‘લિવિંગ બિલ્ડીંગ સિસ્ટમ’ના રૂપમાં જાણીતા બોલ્ટ અને મોડ્યુલર યુનિટ્સનો ઉપયોગ કર્યો છે.

 

28 કલાક અને 45 મિનિટમાં ચાંગશામાં બની ઈમારત

ચીનના ચાંગશા શહેરમાં આ અજાયબી થઈ છે. આટલા ઓછા સમયમાં તૈયાર થનારી ઈમારત તૈયાર કરનારા બિલ્ડર ગ્રુપે 13 જૂને તેનો 5 મિનિટનો વીડિયો યુટ્યુબ પર શેર કર્યો છે. જેમાં ઈમારતના પાયાથી લઈને ઈમારત તૈયાર થઈ જાય છે, ત્યાં સુધીની જાણ કરાવતો વીડિયો શેર કર્યો છે.

 

આ રીતે કરવામાં આવી બિલ્ડીંગ

વીડિયો પ્રમાણે જો વાત કરવામાં આવે તો પ્રિ ફેબ્રિકેટેડ કન્સ્ટ્રક્શન સિસ્ટમ ટેક્નોલોજીના દમ પર આ કંપનીએ 28 કલાક અને 45 મિનિટમાં 10 માળની આ બિલ્ડીંગ તૈયાર કરી છે. કંપનીએ આ નિર્માણનો ટાઈમ લેપ્સ વીડિયો પણ શેર કર્યો છે. વીડિયો શેર કરતાં કહ્યું કે ઘણું સરળ ઓનસાઈટ ઈન્સ્ટોલેશન! આપ સૌને જાણીને નવાઈ થશે કે ઈમારતના નાના નાના સેલ્ફ કન્ટેન્ટ મોડ્યુલર યુનિટ્સને એક સાથે એસેમ્બલ કરવામાં આવે છે. જે એક ફેક્ટરીમાં પહેલેથી જ તૈયાર કરવામાં આવે છે.

 

ફેક્ટરીઓમાં બને છે આ ઘર

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે પૂર્વ નિર્મિત ઈમારતોને ઝડપથી એક સાથે રાખવા માટે ડિઝાઈન કરવામાં આવે છે. બિલ્ડીંગ મોડ્યુલરો કે જે મોટા કન્ટેનરો જોવા દેખાઈ રહ્યા છે, તેને કંપનીના કારખાનોમાં બનાવવામાં આવે છે અને વિશાળકાય ટ્રકોમાં તેને બિલ્ડીંગ સાઈટ પર લઈ આવવામાં આવે છે અને જરૂર પડ્યે તેને જોડવામાં આવે છે પછી તેને બોલ્ટ દ્વારા ફિક્સ કરવામાં આવે છે. બિલ્ડીંગ તૈયાર થતાં જ તેમાં ઈલેક્ટ્રિસિટી તેમજ પાણીનું કનેક્શન પણ આપવામાં આવે છે.

 

ભૂકંપમાં પણ નહીં થાય અસર

રિપોર્ટ મુજબ જો મજબૂતીની વાત કરવામાં આવે તો જે સ્ટીલનો સ્લેબ ઉપયોગ કરવામાં આવે છે, તે પારંપારિક રૂપે ઉપયોગ કરવામાં આવતા સ્લેબ કરતાં 10 ગણો વજનમાં હળવો અને 100 ગણો મજબૂત હોય છે. કંપનીનો દાવો છે કે તે ભૂકંપ રહિત છે અને મજબૂત પણ લોકો ચર્ચા કરી રહ્યા છે કે કન્સ્ટ્રક્શનની દુનિયામાં આ ક્રાંતિ સમાન છે.

 

આ પણ વાંચો : ખાખી રંગ અને પોલીસ એક બીજાનો પર્યાય છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતના આ શહેરમાં પોલીસની વર્દી સફેદ છે?

Published On - 8:00 pm, Sun, 20 June 21

Next Article