
પાણી ભૂગર્ભમાંથી બહાર આવે છે, કોલસો પણ ખાણમાંથી કાઢવામાં આવે છે તેમજ તેલ પણ નીકળે છે પરંતુ શું તમે ક્યારેય ભૂગર્ભમાંથી દારૂ નીકળતો જોયો છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો યુપીના ઝાંસી જિલ્લાના મૌરાનીપુરનો હોવાનું કહેવાય છે.
અહીં હેન્ડપંપ પરથી દારૂ આવવા લાગ્યો હતો. જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી તો જાણવા મળ્યું કે અંદર એક મોટું ટેન્કર દટાયેલું છે. જેમાં કાચો દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો રાખવામાં આવ્યો હતો. પોલીસે ટેન્કર પોતાના કબજામાં લઈ લીધું છે.
આ મામલો મૌરાનીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બસરિયા ડેરાનો છે. આબકારી વિભાગને બાતમી મળી હતી કે અહીં કાચો દારૂ બનાવીને વેચવામાં આવતો હતો. આ પછી પોલીસે અહીં દરોડા પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે પાણીને બદલે દારૂનો વેપલો થઈ રહ્યો છે. આ પછી સિનિયર અધિકારીઓએ આવીને એક હેન્ડપંપ ચલાવીને કાચા દારૂનો જંગી જથ્થો ઝડપ્યો હતો.
मेरे देश की धरती कच्ची शराब उगले!
उत्तर प्रदेश के झांसी जिले में शराब तस्कर कच्ची शराब को कंटेनर में डाल कर जमीन में गाड़ देते है. आवश्यकता अनुसार हैंडपंप से निकाल लिया जाता है. सूत्र बताते है जिले के कुछ क्षेत्रों में यह कुटीर उद्योग की तरह है. pic.twitter.com/FfLFwGwUcG
— Piyush Rai (@Benarasiyaa) November 7, 2023
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. દારૂ વેચનારની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને દરેક લોકો તેની વાત કરી રહ્યા છે.
ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો