દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો વાયરલ ! ટ્રેનમાં યુવકે ‘સાંસો કી માલા’ ગીત ગાવાનું શરુ કર્યુ તો મુસાફરો પણ સાથે ગાવા લાગ્યા, જુઓ VIDEO

|

Jul 30, 2023 | 1:39 PM

લ્હીની મેટ્રો ટ્રેન મુસાફરી કરતા તો વાયરલ થતા વીડિયોના કારણે ફેમસ છે. ત્યારે આજે ફરી એક વાર દિલ્હી મેટ્રોનો વીડિયો વાયરલ થયો છે. જો કે આ વીડિયો જોઈને તમે પણ ખુશ થઈ જશો.

દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો વાયરલ ! ટ્રેનમાં યુવકે સાંસો કી માલા ગીત ગાવાનું શરુ કર્યુ તો મુસાફરો પણ સાથે ગાવા લાગ્યા, જુઓ VIDEO
Delhi Metro viral Video

Follow us on

ઘણી અજીબોગરીબ બાબતોને કારણે દિલ્હી મેટ્રો અખબારોની હેડલાઇન્સમાં રહે છે. દિલ્હી મેટ્રોમાં ગુસ્સે ભરાયેલી મહિલાઓથી માંડીને ટુકા વસ્ત્રો પહેરેલી છોકરીઓ, કપલ્સના વાયરલ થતા વીડિયો તેમજ ટ્રેનમાં મુસાફરી કરતો વાંદરાની ઘટનાઓ હંમેશા ચર્ચામાં રહી છે. જો કે સોશિયલ મીડિયામાં રોજ નવા નવા વીડિયો સામે આવતા હોય છે તેમાં પણ દિલ્હીની મેટ્રો ટ્રેન મુસાફરી કરતા તો વાયરલ થતા વીડિયોના કારણે ફેમસ છે. ત્યારે આજે ફરી એક વાર દિલ્હી મેટ્રોનો વીડિયો વાયરલ થયો છે. જો કે આ વીડિયો જોઈને તમે પણ ખુશ થઈ જશો.

દિલ્હી મેટ્રોમાં યુવકે ગાયું ગીત

આજે અમે તમને મેટ્રોની કોઈ વિચિત્ર સ્થિતિ વિશે જણાવવા નથી આવ્યા. તેના બદલે અમે તમને એક એવા યુવકનો વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ જેની ગાયનની પ્રતિભાએ લોકોના દિલ જીતી લીધા છે વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક નુસરત સાહેબનું પોપ્યુલર સોંગ સાંસો કી માલામે સીમરુ ગાઈ રહ્યો છે બીજી તરફ તેનો મિત્ર ગિટારથી મ્યુઝિક આપી રહ્યો છે અને તેની આસપાસ બેઠેલા પ્રવાસીઓ તેના આ ગીતને માણીને તેની સાથે સૂરથી સૂર મીલાવીને ગાવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે.

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

મુસાફરો પણ તેની સાથે ગાવા લાગ્યા

ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયોમાં રિતિક નામનો વ્યક્તિ દિલ્હી મેટ્રોની અંદર જોવા મળી રહ્યો છે. વીડિયોમાં, તે નુસરત ફતેહ અલી ખાન દ્વારા સાંસો કી માલા ગાતો જોઈ શકાય છે, જ્યારે તેનો એક મિત્ર ગિટાર પર સૂર આપી રહ્યો છે બીજા ઘણા લોકો તેની આસપાસ ઉભા રહી તેને સાંભળવાની મજા માણી રહ્યા છે અને લોકો તેની સાથે ગાવા પણ લાગે છે.

વીડિયો થયો વાયરલ

આ સ્વીટ વીડિયો ઘણા લોકોના દિલને સ્પર્શી ગયો છે. 51K થી વધુ લાઈક્સ અને હજારો વ્યૂઝ સાથે, આ વીડિયોને લોકોએ દિલ્હી મેટ્રોમાં બદલાતા દૃશ્યોની પ્રશંસા કરી છે. લોકોએ જણાવ્યું કે મેટ્રોમાં અન્ય મુસાફરો કેવી રીતે તે વ્યક્તિના ગીતનો આનંદ માણી રહ્યા હતા. કેટલાક લોકો વીડિયો જોઈ યુવકની પ્રસંશા કરી રહ્યા છે અને કહી રહ્યા છે વાહ… છોકરાએ તો કમાલ કરી દીધો, મુસાફરોને આવુ મંનોરંજન મળે તો એકલા પણ પ્રવાસ કરી શકે. તો કોઈ કહી રહ્યું છે ભાઈ એ લોકોને ખુશ કરી દીધા.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article