Viral Video: એમ જ નથી દિલ્હી મેટ્રો બદનામ! હવે છોકરીએ છોકરાને પબ્લિક વચ્ચે જડી દીધો લાફો, વીડિયો જોઈ લોકો ભડક્યા

આ વીડિયો દિલ્હી મેટ્રોની અંદર ક્યારે શૂટ કરવામાં આવ્યો છે તે અંગે કોઈ માહિતી નથી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરી એક છોકરા પાસે જાય છે. પછી તેના ગાલ પર જોરદાર થપ્પડ મારીને કંઈક ગુસ્સામાં કઈ કહી રહી છે.

Viral Video: એમ જ નથી દિલ્હી મેટ્રો બદનામ! હવે છોકરીએ છોકરાને પબ્લિક વચ્ચે જડી દીધો લાફો, વીડિયો જોઈ લોકો ભડક્યા
Delhi Metro Viral Video
| Edited By: | Updated on: Jul 04, 2023 | 1:31 PM

Delhi Metro Viral Video : દિલ્હી મેટ્રોની આજકાલ ઘણી ચર્ચા થઈ રહી છે ક્યારેક કોઈ કપલ ટ્રેનમાં રોમાન્સ કરતુ જોવા મળે છે તો કોઈ મારપીટ કરતુ. ત્યારે દિલ્હી મેટ્રોના વીડિયો આ દિવસોમાં તેની સેવાઓ કરતા તો મુસાફરોની હરકતોના વીડિયો માટે સતત હેડલાઇન્સમાં છે. ત્યારે આ બધાની વચ્ચે વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોયા બાદ તમે પણ કહેશો કે બેનના તેવર તો જુઓ…

છોકરીએ છોકરાને માર્યો લાફો

દિલ્હીની મેટ્રો ઘણા એવા વિવાદાસ્પદ વીડિયો સામે આવતા રહ્યા છે જેમાં છેલ્લે એક કપલ ખુલ્લેઆમ લિપ-લૉકિંગ કરતુ જોવા મળ્યુ હતુ. જે બાદ હવે જે વીડિયો સામે આવ્યો છે તે જોઈને નેટીઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જેમાં એક છોકરી ઉભી હોય છે અને પછી તે સામે ઉભેલા છોકરાને જોરથી થપ્પડ મારી દે છે અને ભારે ગુસ્સા સાથે કંઈક કહેતી જોવા મળી રહી છે. આ દરમિયાન છોકરો ચુપચાપ બધું સાંભળતો રહે છે અને કઈ પણ કહી રહ્યો નથી. બીજી તરફ લોકો પણ તે બન્નેને જોઈ રહ્યા છે જેમાંથી કોઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં લઈ લીધો છે અને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો છે.

વીડિયો પર લોકો ભડક્યા

આ વીડિયો દિલ્હી મેટ્રોની અંદર ક્યારે શૂટ કરવામાં આવ્યો છે તે અંગે કોઈ માહિતી નથી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરી એક છોકરા પાસે જાય છે. પછી તેના ગાલ પર જોરદાર થપ્પડ મારીને કઈક ગુસ્સામાં બબડે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરો એકદમ ચુપચાપ ઊભો છે. તે જ સમયે, યુવતી તેને સતત ઠપકો આપતી જોવા મળે છે. બીજી તરફ સીટ પર બેઠેલા લોકો પણ તેમને જોઈ રહ્યા છે પણ કોઈ બન્નેની વચ્ચે પડી રહ્યુ નથી અને બન્નેને ઈગનોર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

લોકોએ કહ્યું- જો છોકરાએ આવું કર્યું હોત તો…

સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે. નેટીઝન્સ યુવતીના આ કૃત્યનો વિરોધ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો કોઈ છોકરાએ આવું કર્યું હોત તો તે સમયે તેને જોઈ રહેલા તમામ દર્શકો પોતપોતાની સીટ પરથી ઉભા થઈ ગયા હોત અને છોકરીની તરફેણમાં બોલવા લાગ્યા હોત. અહીં એક છોકરો હોવાથી બધાં તમાશો જોતાં રહ્યાં.

આ વીડિયો ટ્વિટર પર @gharkekalesh હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 70 હજાર લોકો તેને જોઈ ચૂક્યા છે. આ સિવાય નેટીઝન્સ ઉગ્રતાથી શેર અને કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી છે કે, જો આ છોકરાએ આવું કર્યું હોત તો અત્યાર સુધીમાં આખી દુનિયાના લોકો ઉભા થઈને પોતાનો અવાજ ઉઠાવ્યો હોત. જ્યારે બીજાએ લખ્યું છે કે આ કેવો સમાજ છે. અન્ય યુઝરે કમેન્ટ કરી છે કે, હું આ બિલકુલ સહન નથી કરતો.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:27 pm, Tue, 4 July 23