Dance Video: સાડી અને હીલ પહેરેલી મહિલાએ ‘હિપ-હોપ’ મૂવ્સથી લોકોના ઉડાવ્યા હોશ, યુઝર્સે કહ્યું- કતઈ ઝહર ડાન્સ

|

May 30, 2023 | 3:44 PM

વાયરલ ક્લિપમાં દેખાતી મહિલાની ઓળખ નેપાળની કોરિયોગ્રાફર એમ જેનિશા તરીકે થઈ છે. જેનીશાએ તેના અદ્ભુત હિપ-હોપ મૂવ્સથી લોકોને દિવાના બનાવી દીધા છે.

Dance Video: સાડી અને હીલ પહેરેલી મહિલાએ હિપ-હોપ મૂવ્સથી લોકોના ઉડાવ્યા હોશ, યુઝર્સે કહ્યું- કતઈ ઝહર ડાન્સ
Dance Video

Follow us on

આ દિવસોમાં એક મહિલાએ પોતાના ડાન્સથી સોશિયલ મીડિયા પર ઘણી છવાય રહી છે. વાસ્તવમાં, આ વીડિયો ક્લિપમાં મહિલા સાડી અને હીલ્સમાં અદભૂત હિપ-હોપ ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં મહિલાની એનર્જી જોવા જેવી છે. અમે દાવા સાથે કહી શકીએ કે તમે આ વિડિયો વારંવાર જોશો. હાલમાં, ઇન્ટરનેટ પર પબ્લિક આ વિડિયોને ખૂબ પસંદ કરી રહી છે અને લોકો પરફોર્મન્સનો ઘણો આનંદ લઈ રહ્યા છે.

આજકાલ સોશિયલ મીડિયા પર એકથી એક જબરદસ્ત વીડિયો વાયરલ થતા હોય છે ત્યારે તેમાં ડાન્સ કે કોઈ અન્ય માધ્યમથી આજની યુવા પેઢી તેમના ટેલેન્ટને દુનિયાની સામે રાખીને જલ્દી સ્ટાર બની જાય છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થયો છે. પણ તે એક યુવા કોરિયોગ્રાફરનો વીડિયો છે. ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે તે કોરિયાગ્રાફર કોઈ ઈવેન્ટમાં ભાગ લેવા ગઈ હોય તેમ જણાય રહ્યું છે ત્યારે ડાન્સ કરવાનું સ્ટાર્ટ કરે છે અને પછી તો શું લોકો તેને જોતા જ રહી જાય છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

નેપાળની કોરિયોગ્રાફરનો ડાન્સ વીડિયો વાયરલ

વાયરલ ક્લિપમાં દેખાતી મહિલાની ઓળખ નેપાળની કોરિયોગ્રાફર એમ જેનિશા તરીકે થઈ છે. જેનીશાએ તેના અદ્ભુત હિપ-હોપ મૂવ્સથી લોકોને દિવાના બનાવી દીધા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે હોલમાં ઘણી મહિલાઓ બેઠી છે. જ્યારે, જેનીશાએ આછા ગુલાબી રંગની સાડી અને હીલ્સ પહેરી છે. આ દરમિયાન, જેનિશા એમસી આઝાદના ફેમસ ગીત ‘બી-બોયઝ બી-ગર્લ્સ’ પર ડાન્સ કરવાનું શરૂ કરે છે.

ડાન્સ જોઈ લોકો થયા ફેન

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જેનિશા ડાન્સ કરવાનું શરૂ કરે છે, મહિલાઓ તેની આસપાસ એકઠી થઈ જાય છે અને આશ્ચર્યચકિત આંખોથી જોવાનું શરૂ કરે છે. પછી તેમનો ઉત્સાહ જોઈને તે પોતે પણ ઉત્સાહથી તાળીઓ પાડવા લાગે છે. nepalhiphopfoundation01 નામના ઈન્સ્ટા એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં સાડા ચાર લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે ઘણા યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં પોતાનો પ્રેમ વરસાવ્યો છે.

એક યુઝરે ટિપ્પણી કરી, ઓહ અદ્ભુત. અતિ આત્મવિશ્વાસુ હોવા ઉપરાંત, તમે એક મહાન નૃત્યાંગના પણ છો. તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું છે, કાતિલ ડાન્સ. અન્ય યુઝરે કોમેન્ટ કરી, મા કસમ ક્યા સાડીમેં હિપ-હોપ કિયા હૈ. હું આ વિડિયો વારંવાર જોઉં છું.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article