
સોશિયલ મીડિયા પર રોજ અનેક વીડિયો સામે આવતા હોય છે. ત્યારે આજે રાજધાની દિલ્હીનો હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે ગાડી મુકવા બાબતે એક કપલને કેટલાક લોકો બેરહેમીથી માર મારી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો કપલને બેરહેમીથી માર મારી રહ્યા છે. માર મારનારાઓમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. એક વ્યક્તિ પહેલા હાથમાં ડંડા સાથે આવે છે અને યુવતીના પતિને બોલાવવા કહે છે જે બાદ તે વ્યક્તિ યુવતીના પતિ પર જોરથી લાકડી મારે છે.
તેની પત્નિ રોકવાનો પ્રયાસ કરે છે ત્યારે બીજી તરફ કેટલીક મહિલાઓ કપલે ઘેરી લે છે જે બાદ ફરીથી યુવક એક બાદ એક ડંડના કાર ચાલક પર ઘા કરે છે. મળતી માહિતી મુજબ, આ ઘટના દક્ષિણ દિલ્હીની અમર કોલોનીની છે. સમગ્ર વિવાદ પાર્કિંગને લઈને થયો હતો. પોલીસે જણાવ્યું કે પરિવારના સભ્યોએ મહિલા અને તેના પતિ પર હુમલો કર્યો હતો.
મળતી માહિતી મુજબ આરોપીની ઓળખ દલજીત સિંહ તરીકે થઈ છે. દલજીત પર તેના પરિવારના અન્ય સભ્યો સાથે મળીને મહિલા અને તેના પતિની મારપીટ કરવાનો આરોપ છે. 45 સેકન્ડના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે દલજીત પીડિતાને બેરહેમીથી ડંડા વડે માર મારી રહ્યો છે. સાથે જ ત્રણ મહિલાઓ પણ કપલ સાથે મારપીટ કરી રહી છે. આ સમગ્ર ઘટનાને કોઈએ આ સમગ્ર ઘટના ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી.
Kalesh b/w Two Neighbour’s in New Delhi over Car Parking issuepic.twitter.com/A21HCcknf6
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 22, 2023
દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનર રાજેશ દેવે કહ્યું કે ઝઘડા દરમિયાન દલજીત સિંહ અને તેના પરિવારના સભ્યોએ દંપતી પર શારીરિક હુમલો કર્યો. દંપતીની ઓળખ દુષ્યંત ગોયલ અને મોના ગોયલ તરીકે થઈ છે. દલજીત સિંહના પરિવાર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દલજીત અને તેના પુત્રની ધરપકડ કરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે આ ઘટનામાં સામેલ ત્રણ મહિલાઓની આગોતરા જામીન અરજીઓ બે વખત ફગાવી દેવામાં આવી છે, ત્યારબાદ બંને મહિલાઓની ધરપકડ કરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે એક મહિલાને હાઈકોર્ટ તરફથી વચગાળાનું રક્ષણ મળ્યું છે.