Viral Video: Street મ્યુઝિશિયનની ધૂન પર નાના બાળકની હરકતોએ જીત્યુ દિલ, વીડિયો જોઈ તમે પણ ખુશ થઈ જશો

|

Mar 19, 2023 | 3:40 PM

આ દિવસોમાં એક નાના બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી દિલ જીતી રહ્યો છે. આ વીડિયોમાં એક બાળક સ્ટ્રીટ આર્ટિસ્ટની ધૂન પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. જેને જોઈને યુઝર્સ ખુશ થઈ ગયા છે.

Viral Video: Street મ્યુઝિશિયનની ધૂન પર નાના બાળકની હરકતોએ જીત્યુ દિલ, વીડિયો જોઈ તમે પણ ખુશ થઈ જશો

Follow us on

દિલ જીતી લે એવા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર આવતા રહે છે. જેને જોયા બાદ યૂઝર્સને ભરપૂર મનોરંજનની સાથે તેમને ઘણી હડવાશ પણ મળે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક બાળક સ્ટ્રીટ આર્ટિસ્ટ સંગીતકારની ધૂનમાં લીન થઈ જાય છે. જેમાં બાળકની ક્યૂટ હરકતોએ યુઝર્સના દિલ જીતી લીધા છે.

બાળકનો ક્યુટ ડાન્સ

સામાન્ય રીતે હવે જન્મ લેતા બાળકો એટલા ટેલેન્ટેડ હોય છે કે તેમને કઈ શિખવવુ પડતુ નથી. તે મોટા લોકો જે કરે તેને એક વાર જોઈને એ કામ કરવા લાગે છે. તેમને જે મન થાય તે કરી લે છે. ત્યારે આ વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક પહેલા સ્ટ્રીટ સંગિતકારના ઢોલકની ધૂન પર નાચવા લાગે છે અને પછી જાતે જ તેની પાસે જઈ તે ઢોલક તે મ્યુઝિશિયનની ધૂન પર વગાડવા લાગે છે. ત્યારે સામેથી આવી રહેલા લોકો પણ તેને જોઈને ખુશ થઈ જાય છે.

https://twitter.com/buitengebieden/status/1637024245791313922?s=20

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ વીડિયોમાં એક બાળક રોડ ચાલતું જોવા મળે છે. આ દરમિયાન, રસ્તા પર સ્ટ્રીટ આર્ટિસ્ટ સંગીત વગાડીને તેની કળાનું પ્રદર્શન કરતો હોય છે. જેની ધૂન તે બાળકના હૃદયને સ્પર્શી જાય છે. જે બાદ બાળક તેની ધૂન પર ડાન્સ કરતો જોવા મળે છે.

સ્ટ્રીટ મ્યુઝિશિયનની ધૂન પર નાચતું બાળક

વાયરલ થઈ રહેલા આ વીડિયોને @buitengebieden નામની ટ્વિટર પ્રોફાઇલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક નાનું બાળક સ્ટ્રીટ આર્ટિસ્ટની ધૂન પર ડાન્સ કરતો જોવા મળે છે. જે દરમિયાન રસ્તા પર આવતા-જતા લોકો પણ બાળકને જોઈને ખૂબ જ પ્રભાવિત થાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાળકને સ્ટ્રીટ મ્યુઝિશિયનની ધૂન એટલી પસંદ છે કે તે આગળ આવે છે અને તેનું ડ્રમ પણ વગાડવાનો પ્રયાસ કરે છે.

વીડિયોને વાયરલ

હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને આ સમાચાર લખ્યા ત્યાં સુધી 9 લાખ 65 હજારથી વધુ યુઝર્સ જોઈ ચૂક્યા છે. તે જ સમયે, 66 હજારથી વધુ વપરાશકર્તાઓએ તેને પસંદ કર્યું છે. વીડિયો જોઈને યૂઝર્સ સતત પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. કેટલાક વપરાશકર્તાઓ આ વિડિયોને શાનદાર કહી રહ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે બાળકે પોતાની ક્યૂટ હરકતોથી બધાના દિલ ચોરવાનું કામ કર્યું છે.

Next Article