
કેટલાક એવા ગાયકો છે જેમના લગભગ દરેક ગીતને પસંદ કરવામાં આવે છે અને લોકોના દિલને સ્પર્શે છે. આવા જ એક સિંગર છે અરિજીત સિંહ, જેમના અવાજને દુનિયાના લોકોને પાગલ કરે છે. તેમના દરેક ગીતો જબરદસ્ત હિટ સાબિત થાય છે અને ખાસ કરીને અરિજિત સિંહના ઈમોશનલ ગીતો એવા છે કે તેમને સાંભળીને લોકોના આંસુ વહી જાય છે. આવું જ એક ગીત છે ‘ચન્ના મેરેયા’.
જે રણબીર કપૂરની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’નું લોકપ્રિય ગીત છે. અરિજિત સિંહના અવાજમાં આ ગીત તમે ઘણું સાંભળ્યું હશે. પણ તમે વિચારો કે જો આ ગીત ક્રિકેટરો તેમજ દેશના મોટા નેતાઓએ ગાયું હોત તો શું થયું હોત? અને AIએ આ વાત સાચી પાડી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
હકિકતમાં જોઈએ તો એક પ્રોફેશનલ ડીજે આર્ટિસ્ટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI ઉપયોગ કરીને પીએમ મોદી, ક્રિકેટર ધોની અને યુવરાજ સિંહ, સિંગર રાહત ફતેહ અલી ખાન, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, જુબિન નૌટિયાલ, આતિફ અસલમ અને બી પ્રાક અને ઘણા લોકો માટે ‘ચન્ના મેરેયા’ ગીત વગાડ્યું હતું અને અલગ-અલગ નેતા અને દિગ્ગજોના અવાજમાં ગાયું છે.
આ ગીત સાંભળ્યા પછી તમે ઓળખી શકશો નહીં કે આ નેતાઓ, ગાયકો અને ક્રિકેટરોના અવાજની કોપી કરેલી છે. તમને લાગશે કે આ તેમનો એકદમ વાસ્તવિક અવાજ છે. આજકાલ AI ની મદદથી કોઈપણના અવાજની કોપી કરવી ખૂબ જ સરળ બની ગઈ છે. ડીજે કલાકારે તેનો ફાયદો ઉઠાવીને એક અદ્ભુત વીડિઓ બનાવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને મજા માણી રહ્યા છે.
આ અદ્ભુત સોન્ગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર djmrasingh નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 23 મિલિયન એટલે કે 2.3 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે. તેને 10 લાખથી વધારે લોકોએ લાઈક કર્યો છે.
વાયરલ વીડિયોમાં આ કોમ્બિનેશન સાંભળ્યા પછી લોકોએ વિવિધ પ્રકારની કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘અદનાન સામી અને આતિફ અસલમનો અવાજ દિલને સ્પર્શી ગયો છે’, જ્યારે બીજા યુઝરે રમૂજી રીતે લખ્યું છે કે, ‘મોદીજીને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ન લાવો’.
ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો