Watch : રેતીથી બનાવ્યુ ચંદ્રયાન-3, સફળ લેન્ડિંગ માટે પાઠવી અનોખી શુભકામના, Video થઈ રહ્યો છે Viral

ભારતનો દરેક નાગરિક તેની સફળતા માટે પોતપોતાની રીતે શુભેચ્છા પાઠવી રહ્યો છે અને શુભકામનાઓ આપી રહ્યો છે. આવી જ એક અનોખી ઈચ્છા સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકની ટીમે રેતી પર નવીનતમ આર્ટવર્ક સાથે ચંદ્રયાન-3ને સુરક્ષિત ઉતરાણની શુભેચ્છા પાઠવી છે.

Watch : રેતીથી બનાવ્યુ ચંદ્રયાન-3, સફળ લેન્ડિંગ માટે પાઠવી અનોખી શુભકામના, Video થઈ રહ્યો છે Viral
Chandrayaan3 made of sand
| Edited By: | Updated on: Aug 23, 2023 | 12:57 PM

Chandrayaan3 : આખરે એ દિવસ આવી ગયો. ભારત આજે ચંદ્ર પર ઉતરવાનો વધુ એક પ્રયાસ કરી રહ્યું છે. જો સફળતા મળી જાય તો તે ભારત માટે મોટી સિદ્ધિ હશે ત્યારે આમ સફળ લેન્ડિગ કરનાર અને ચંદ્ર પર રોવર ચલાવનાર યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા અને ચીન પછી ભારત ચોથો દેશ હશે અને દક્ષિણ ધ્રુવની નજીક ઉતરનાર પ્રથમ દેશ હશે. ચંદ્રયાન-3 ચંદ્ર મિશન પર માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર છે. લોકો પોતપોતાની રીતે ઈસરોના મહત્વકાંક્ષી અવકાશયાનને શુભકામનાઓ આપી રહ્યા છે.

રેતીથી ચિત્ર બનાવી ચંદ્રયાનને આપી શુભકામના

ત્યારે ઓડિશાના એક સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટ્ટનાયકે રેતીમાં ચંદ્રયાન 3ની આકૃતિ બનાવી તેને શુભકામનાઓ પાઠવી છે જેમાં અવકાશ બનાવવામાં આવ્યુ છે અને તેમાં ચંદ્ર અને ચંદ્રયાન-3 જે સફળતા પૂર્વ લેન્ડ થસે અને ભારતનો ઝંડો ફરકાવશે તે રેતીથી બનાવવામાં આવ્યું છે. આ અનોખી આકૃતિ સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકની ટીમે કરી છે. તેમની ટીમે રેતી પર નવીનતમ આર્ટવર્ક સાથે ચંદ્રયાન-3ને સુરક્ષિત ઉતરાણની શુભેચ્છા પાઠવી છે.

વિશ્વની નજર ભારતના બહુપ્રતીક્ષિત અને મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-3ના ઉતરાણ પર ટકેલી છે. આજે એટલે કે બુધવાર ભારત માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના મહત્વાકાંક્ષી ત્રીજા ચંદ્ર મિશનના ભાગરૂપે ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ (LM) બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર ઉતરવા માટે તૈયાર છે.

જો આમ થશે તો ભારત પૃથ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બનીને ઇતિહાસ રચશે. તેના સુરક્ષિત ઉતરાણને લઈને ભારતનો દરેક નાગરિક તેની સફળતા માટે પોતપોતાની રીતે શુભેચ્છા પાઠવી રહ્યો છે અને શુભકામનાઓ આપી રહ્યો છે. આવી જ એક અનોખી ઈચ્છા સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકની ટીમે કરી છે. તેમની ટીમે રેતી પર નવીનતમ આર્ટવર્ક સાથે ચંદ્રયાન-3ને સુરક્ષિત ઉતરાણની શુભેચ્છા પાઠવી છે.

પીએમ આફ્રિકાથી લાઈવ નિહાળશે

જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રયાન-3 લેન્ડિંગ કાર્યક્રમને પણ લાઈવ નિહાળશે. પીએમ મોદી દક્ષિણ આફ્રિકામાં આયોજિત 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા ત્રણ દિવસની મુલાકાતે છે. ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ (LM) બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરવા માટે તૈયાર છે. જો આમ થશે તો ભારત પૃથ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બનીને ઇતિહાસ રચશે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ બુધવારે સાંજે 6.04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક સોફ્ટ-લેન્ડ થવાની ધારણા છે.

ચંદ્રયાનને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 12:57 pm, Wed, 23 August 23