
Cat Viral Video : પ્રાણીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થાય છે, જેનાથી લોકોને હસાવવાની સાથે અને આશ્ચર્યચકિત કરી દે છે. આવો જ એક વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેમાં બિલાડી દૂધ પીવાના ચક્કરમાં લોટાની અંદર મોઢું ફસાવી લે છે, આ વીડિયોમાં બિલાડીની કૂદાકૂદ જોઈ તમે પણ હસવાનું રોકી નહીં શકો.. અને પછી કેવી રીતે તેનું મોંઢું લોટામાંથી નીકળે છે તે જોવા તમારે આખો વીડિયો જોવો પડશે.
વાયરલ વીડિયોમાં, એક માણસ બિલાડીને કોથળાની મદદથી પકડીને આંગણામાં લઈ જતો જોવા મળે છે. બિલાડીનું માથું લોટામાં ફસાઈ ગયું છે, જેના કારણે તે જોઈ શકતી નથી. માણસે તેને છોડતાની સાથે જ બિલાડી કૂદા-કૂદ કરવા લાગે છે કે ગમે તે રીતે તેનું ફસાયેલુ મોંઢુ બહાર આવી જાય પણ થાકી જાય છે અને એક ખૂણામાં જઈને બેસી જાય છે.
बिल्ला लोटे में फंसा रहा दूध पीने के चक्कर में
बिहार मे गजबे नौटंकी होता रहता है pic.twitter.com/xeK5PkE91M
— KK Delhi (@Surya102m) July 18, 2026
જેમ જેમ વીડિયો આગળ વધે છે, ગભરાયેલી બિલાડી એક દિશામાં દોડે છે અને સીધી દિવાલ સાથે અથડાય છે. પછી તે વિરુદ્ધ દિશામાં દોડે છે પણ ત્યાં પણ સ્થિર રહી શકતી નથી. દોડવાના ત્રીજા પ્રયાસમાં, તે ખુરશી અને ટેબલ સાથે અથડાય છે. જ્યારે પરિવારના સભ્યો તેને સુરક્ષિત રીતે પકડવાનો સતત પ્રયાસ કરતા જોવા મળે છે.
પાછળથી એક છોકરી વારંવાર કહેતી સાંભળી શકાય છે, “પપ્પા, બિલાડીને જવા દો… બિલાડીને જવા દો…” તે માણસ જવાબ આપે છે કે જો બિલાડી પકડવામાં નહીં આવે, તો તે પોતાને ઇજા પહોંચાડી શકે છે. થોડા સમય પછી ઘરની એક સ્ત્રી પણ આવે છે. સાથે મળીને, તેઓ ફરીથી બિલાડીને પકડવામાં સફળ થાય છે અને તેના માથા પર ફસાયેલા લોટાને કાઢવાનો પ્રયાસ કરે છે.
વીડિયોના અંતમાં, એક છોકરી હસતાં હસતાં જણાવે છે કે દૂધ પીવાનો પ્રયાસ કરતી વખતે બિલાડીનું માથું ધાતુના વાસણમાં ફસાઈ ગયું હતું. ત્યારબાદ, પરિવારના સભ્યો કાળજીપૂર્વક બિલાડીનું માથું લોટામાંથી કાઢી લે છે. ઘટનાઓનો આ સમગ્ર ક્રમ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. જ્યારે કેટલાક બિલાડીની હરકતોથી ખુશ છે, ત્યારે ઘણા યુઝર્સ તેને સુરક્ષિત રીતે બચાવવાના પ્રયાસો માટે પરિવારની પ્રશંસા પણ કરી રહ્યા છે.