લાઇવ રિપોર્ટિંગ દરમિયાન તળાવમાં ડૂબી કાર, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

|

Aug 05, 2021 | 8:25 PM

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને શેયર કરીને તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

લાઇવ રિપોર્ટિંગ દરમિયાન તળાવમાં ડૂબી કાર, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
Car submerged in lake during live reporting

Follow us on

ક્યારેક ક્યારેક લોકોના કેમેરામાં એવી ઘટનાઓ કેદ થઇ જાય છે જેના વિશે તેમણે ક્યારે વિચાર્યુ પણ નહી હોય. હાલમાં આવી જ ઘટના એક રિપોર્ટર સાથે બની. જે સમયે રિપોર્ટર લાઇવ રિપોર્ટીંગ કરી રહ્યો હતો તે સમયે એક કાર તળાવમાં પડી ગઇ. આ ઘટનાને જોઇને રિપોર્ટર પણ ચોંકી ગયો. આ ઘટના ત્યારે ઘટી કે જ્યારે WCIS ના રિપોર્ટર જૈકબ ઇમર્સન (Jakob Emerson) ઘટનાસ્થળ પર હતા અને ક્ષેત્રમાં બીજા કૃત્રિમ તળાવને બનાવવાની એક યોજના પર રિપોર્ટીંગ કરી રહ્યા હતા.

 

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં ચોખ્ખુ દેખાઇ રહ્યુ છે કે રિપોર્ટરના પાછળ એક કારને તળાવમાં લપસી રહી છે. જેવો આ રિપોર્ટર પાછળ ફરીને જુએ છે તો તે ચોંકી જાય છે. ઘટનાને જોઇને રિપોર્ટર તરત જ ફ્રેમમાંથી બહાર નીકળી જાય છે અને કેમેરામેન ડૂબી રહેલી કાર પર ફોકસ કરે છે. વીડિયોમાં જોવા મળે છે કે કાર થોડી જ વારમાં પાણીમાં ડૂબી જાય છે.

 

જોકે, રાહતની વાત તો એ છે કે જ્યારે આ કાર ડૂબી રહી હતી તે સમયે કારમાં કોઇ પણ વ્યક્તિ હાજર ન હતી. આ વીડિયોને ફૂટબોલ લેખક બ્રાયન ફ્લોયડએ સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યુ કે, મોટેભાગના કિસ્સાઓમાં ગાડી ધીરે ધીરે લપસીને ઢાળ પર જાય છે. પરંતુ આ વીડિયોમાં કાર ઝડપથી તળાવમાં જતી રહી. આવુ એટલા માટે થયુ કારણ કે ઢાળ પર મોટા પ્રમાણમાં લીલ જામેલી હતી એટલે ગાડી લપસીને તળાવમાં ડૂબી ગઇ.

 

આ ઘટનાને લઇને સંગમોન કાઉંટીના બચાવકર્તાઓએ પુષ્ટિ કરી છે કે કાર જ્યારે ડૂબી ત્યારે તેમાં કોઇ ન હતુ. તેમણે કહ્યુ કે, ગત રાત્રે એસસીઆરએસે એક જળમગ્ન વાહનને બહાર કાઢવા માટે સ્પ્રિંગફીલ્ડ તળાવમાં એક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ ઘટનામાં કોઇ પણ જાનહાની થઇ નથી.

 

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને શેયર કરીને તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

આ પણ વાંચો – Assam Mizoram Ministers Meet: આસામ અને મિઝોરમના મંત્રીઓની મહત્વની બેઠક, વાતચીત દ્વારા સરહદી વિવાદ ઉકેલવા સંમત

આ પણ વાંચો – Health Tips : આ રોગોથી પીડાતા લોકોએ જામફળનું સેવન ન કરવું જોઈએ, સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન

Published On - 8:24 pm, Thu, 5 August 21

Next Article