Flying Car Video: હવામાં ઉડતી કાર….આ સાંભળીને જ તમે વિચારમાં પડી ગયાને કે શું ખરેખર બનાવમાં આવી છે ઉડતી કાર!. ઘણીવાર કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ જઈએ ત્યારે ચોક્કસથી થાય છે કે કાશ ગાડી ઉડતી હોત તો ટ્રાફિક જામ થતા સિધુ હવામાં ઉડીને રસ્તો પાર કરી લેવાત. જોકે આ વિચાર દરેકને એકવાર તો જરુર આવ્યો હશે.
ખાસ કરીને વાત કરીએ તો દિલ્હી મુંબઈ જેવા મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા ઘણી રહેતી હોય છે. આ લાંબા જામમાંથી ઉડીને યોગ્ય મુકામ પર જલ્દી પહોંચી શકા તે માટે એક ઉડતી કાર હોવી જોઈએ તેવું આપણે વિચારીએ છે.
ત્યારે કલ્પના કરો કે શું તે સાચું છે કે ટ્રાફિકમાં અટવાયેલું તમારું વાહન અચાનક ખુલ્લી હવામાં ઉડવા લાગે છે. તમને આ સાંભળીને નવાઈ લાગશે, પરંતુ હાલમાં જ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમારા હોશ ઉડી જશે. આ વાયરલ વીડિયોમાં જમીન પર દોડતી એક કાર અચાનક હવામાં ઉડવા લાગે છે તે નજારો ખરેખર અદ્ભુત છે. ત્યારે આ વીડિયો ક્યાનો છે તેની અમે પુષ્ટિ કરતા નથી પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો અમેરિકાનો હોય તેમ કહેવામાં આવી રહ્યું છે, જ્યાં ટેક્નોલોજીની મદદથી આવી અદભુત વસ્તુ બનાવવામાં આવી છે, જે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે.
🔴 ABD, ilk uçan araba testini onayladı. pic.twitter.com/twFlwsXHP9
— Conflict (@ConflictTR) July 5, 2023
બદલાતા સમયમાં ઘણું બધું બદલાઈ ગયું છે. ટેક્નોલોજી અને વિજ્ઞાનના આ જમાનામાં આજે ભૌતિક જીવન ખૂબ જ સરળ બની ગયું છે. આજે ટેક્નોલોજીની મદદથી એવા અદ્ભુત ઉપકરણો બનાવવામાં આવી રહ્યા છે, જેને જોઈને ઘણી વખત લોકો પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા. આજે સમગ્ર વિશ્વમાં માનવી ટેકનોલોજી પર નિર્ભર છે. આ જ કારણ છે કે, સમયાંતરે, હેરોઇંગ્સ બનાવવામાં આવી રહ્યા છે. હાલમાં જ વાયરલ થયેલો આ વીડિયો જ જુઓ, જેમાં એક કાર ફિલ્મી સીનની જેમ હવામાં ઉડતી જોવા મળે છે.
વીડિયોમાં જોઈ શકાય છે એક કાર આવી રહી છે બીજી તરફ એક ટ્ર્ક જેનો એકસિડેન્ટ થયો છે તે જમીન પર ઉલ્ટો પડ્યો છે ત્યારે કાર પહેલા તો ઉભી રહે છે પછી ઉપર તરફ ઉડે છે અને હવમાં અધ્ધર થતા જ આગળ વધે છે અને ટ્રકને પાર કરીને પાછી નીચે જમીન પર આવી જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફ્લાઈંગ કાર અલેફ એરોનોટિક્સ કંપની દ્વારા બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 30 જૂને કંપનીએ જાહેરાત કરી હતી કે તેને યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) તરફથી સ્પેશિયલ એરવર્થિનેસ સર્ટિફિકેશન પણ મળ્યું છે, જેનો અર્થ છે કે કંપની કાયદેસર રીતે અમેરિકામાં કારને ઉડાવી શકે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જેને ખૂબ જ જોવામાં આવી રહ્યો છે અને પસંદ કરવામાં આવી રહ્યો છે. 37 સેકન્ડના આ વીડિયોમાં કાળા રંગની કાર જોઈ શકાય છે.