
Chandrayaan3 : ચંદ્રયાન 3નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સફળતા પૂર્વક ઉતરી ગયુ ત્યારથી લઈને ફોટો અને વીડિયો સતત સામે આવી રહ્યા છે. જે અંગે ISRO ટ્વીટ કરીને તેની સમગ્ર માહિતી આપી રહ્યું છે. ચંદ્રયાન-3ના લેન્ડરે બુધવારે સાંજે 6:04 કલાકે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. લેન્ડિંગના બે કલાક અને 26 મિનિટ પછી રોવર પણ લેન્ડરમાંથી બહાર આવી ગયુ હતુ. જો કે આ દરમિયાન પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર ફરીને સમગ્ર નિરીક્ષણ કરી રહ્યુ છે ત્યારે જ્યારે તે વિક્રમથી બહાર નિકળી ચંદ્રની સપાટી પર જવા માટે તેને વિક્રમની પરવાનગી લીધી હતી, જેવી ચેટ હવે ખુબ જ વાયરલ થઈ રહી છે
ઈસરોએ શનિવારે રાત્રે એક્સ (ટ્વિટર) પર રોવરનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં જણાવ્યું હતું કે લેન્ડિંગ પછી લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન વચ્ચે કેવી રીતે વાતચીત થઈ હતી. વિડીયોમાં જોવા મળે છે કે વિક્રમ લેન્ડરની અંદર બેસીને ચંદ્ર પર પહોંચેલા રોવર (પ્રજ્ઞાન)એ વિક્રમ પાસે લેન્ડિંગ કર્યા બાદ તે એક વડીલ પાસે બહાર જઈને ફરવાની પરવાનગી માંગી રહ્યુ હોય તેમ જોવા મળી રહ્યુ છે. આ બન્ને મશીન એક બીજાની સાથે ટેકનોલોજીના મદદથી ચેટ કરી એકબીજા સાથે વાત કરતા રહે છે.
Pragyan: Can I go for a Moonwalk?
Vikram: Yes, you can go but keep in touch!
Pragyan: Yaaaaahoooooooooo…!#Chandrayaan3 #ISRO pic.twitter.com/KWLii6pPmB
— LVM3-M4/CHANDRAYAAN-3 MISSION (@chandrayaan_3) August 26, 2023
ત્યારે ચંદ્રની સપાટી પર ઉતરતા પહેલા પ્રજ્ઞાને વિક્રમને પૂછ્યું, ‘શું હું મૂનવોક માટે જઈ શકું?’ ત્યારે વિક્રમે વડીલની જેમ પરવાનગી આપી અને જવાબ આપ્યો, ‘હા, તમે જઈ શકો છો પણ keep in touch.’ જેના પર પ્રજ્ઞાન કહે છે- ‘Yaaaahoooo… આ પછી તે વિક્રમમાંથી નીચે ઉતરીને ચંદ્રના સ્તર પર આવે છે.
આ વીડિયો જોતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. અત્યાર સુધીમાં લગભગ 10 લાખ લોકોએ આ વીડિયો જોયો છે જ્યારે 45 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે જ્યારે 6 હજારથી વધુ લોકોએ તેને ફરીથી પોસ્ટ કર્યો છે. લોકો આ વીડિયોને સતત શેર કરી રહ્યા છે અને દેશના વૈજ્ઞાનિકોના વખાણ કરી રહ્યા છે.
આ વીડિયો તે સમયનો છે જ્યારે રોવર પ્રજ્ઞાન લેન્ડરમાંથી બહાર આવ્યા બાદ ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું. ચંદ્રયાન-3ની સફળતાએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ભારતનો ધ્વજ ઊભો કર્યો છે. રોવર પ્રજ્ઞાનની તસવીર પર ઈસરોનો લોગો અને ત્રિરંગો દેખાય છે જે વીડિયોમાં સામે આવ્યો છે.