ન્યૂયોર્કમાં ખૂબ ઠંડી છે, બરફનું તોફાન છે. તમે આ સાંભળ્યું જ હશે. પરંતુ જો તમે અહીંના તળાવ પાસે ભૂલથી પણ કાર પાર્ક કરી દો તો તે બરફની જેમ જામી જશે. વિશ્વાસ ન આવતો હોય તો આ વિડીયો જ જોઈ લો. શરૂઆતમાં તમને લાગશે કે તે એક વિશાળ પ્રાણી છે, જે લાંબા વાળથી ઢંકાયેલું છે. પરંતુ વાસ્તવમાં તે એક SUV છે જે તળાવના પાણીમાં થીજી ગઈ છે.
ટ્વિટર પર @blabla112345 એકાઉન્ટ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. ન્યૂયોર્કના હેમ્બર્ગમાં લેક એરી પાસે પાર્ક કરેલી ઘણી કાર બરફની જાડી ચાદરમાં ફસાઈ ગઈ હતી. ન્યૂ યોર્કમાં તાપમાનમાં ઘટાડો થયા પછી અસામાન્ય ઘટના બની હતી અને તેની સાથે એરી તળાવ પર 47 માઈલ પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો.જેના કારણે ત્યાં પાર્ક કરેલી કામ પર ખુબ ફેકાયું હતું, જે થીજી જતા અલગ જ દેખાવા લાગ્યું હતું.
parking by Lake Erie pic.twitter.com/4yu5HEgiIR
— Levandov (@blabla112345) March 20, 2023
ઠંડા તાપમાન અને તીવ્ર પવનના સંયોજનથી તળાવ બરફની ચાદરમાં ફેરવાઇ ગયું છે.સામાન્ય રીતે આ ખૂબ જ ટૂંકા સમય માટે થાય છે જેના કારણે ટૂંકા ગાળામાં ભારે હિમવર્ષા થાય છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે બરફનો જાડું પડ છવાઇ ગયું છે. કાર આખી ઢકાય ગઇ છે.
વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક યુઝરે લખ્યું, ખુશી છે કે હું તળાવની નજીક નથી રહેતો. હું તળાવની આ પ્રકારની અસરનો અનુભવ કરવા માંગતો નથી. બીજાએ કહ્યું, પણ કેવું અદ્ભુત દૃશ્ય છે. માણસ હોય તો શું તે પણ એવી જ રીતે થીજી જાય. આ વીડિયોને લગભગ આઠ લાખ વખત જોવામાં આવ્યો છે. તે અન્ય ઘણા એકાઉન્ટ્સ સાથે પણ શેર કરવામાં આવ્યું છે.