Viral Video : પંડિતજીના સવાલનો વરરાજાએ આપ્યો એવો જવાબ, હસી હસીને લોકોના હાલ બેહાલ !

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, સાથે જ લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી.

Viral Video : પંડિતજીના સવાલનો વરરાજાએ આપ્યો એવો જવાબ, હસી હસીને લોકોના હાલ બેહાલ !
Wedding Viral Video
| Edited By: | Updated on: Oct 09, 2021 | 7:19 AM

લગ્નને લગતા વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર છવાયેલા રહે છે, જે જોયા પછી ઘણી વખત મન પ્રસન્ન થાય છે તો ક્યારેક આવા રમુજી વીડિયો (Funny Video) જોઈને આપણી હાસી છૂટી જાય છે. આપણે બધા જાણીએ છીએ કે લગ્નનની જાનમાં ડાન્સ કરવાથી લઈને વર -કન્યાના મંડપના ફેરા સુધી, એટલી બધી વિધિઓ છે જેમાં ખૂબ મજા આવે છે. હાલમાં એવો જ એક વીડિયો સામે આવ્યો છે.  જેમાં વરરાજા ફેરા દરમિયાન પંડિત જીને એવો જવાબ આપે છે કે કન્યાની હસી છૂટી જાય છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં, તમે જોઈ શકો છો કે વરરાજા મંડપમાં બેઠા છે અને પંડિત જી વરરાજાને કેટલીક બાબતોનું પાલન કરવાનું કહી રહ્યા છે. પંડિતજી વરરાજાને કહે છે, ‘આગળ કહો, અત્યાર સુધી કોઈ તમને પૂછવા વાળું નહોતું. તમે ક્યાં ગયા, ક્યારે આવ્યા ? પરંતુ હવે તમારે તમારી પત્નીને બધી વાતો કહેવી પડશે અને આજથી તમારે તમારી ભાવિ પત્ની સાથે નિયમ હેઠળ રહેવું પડશે, જે વૈવાહિક ધર્મ છે, તમારે તે કરવું પડશે.

 

પંડિત જીની આ બધી વાતો સાંભળ્યા પછી વર આવા જવાબ આપે છે કે કન્યાની હસી હસીને  હાલત ખરાબ થઇ જાય છે. વરરાજાએ પંડિત જીને જવાબ આપ્યો અને કહ્યું, ‘હું છેલ્લા છ વર્ષથી આ કરી રહ્યો છું.’ વરરાજાની આ વાત સાંભળીને ત્યાં હાજર તમામ સગા સબંધીઓ હસવા લાગે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, સાથે જ લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી. એક યુઝરે કહ્યું કે આ બંનેનું બોન્ડિંગ ખરેખર મહાન છે. બીજી બાજુ, અન્ય એક યુઝરે લખ્યું કે આ વ્યક્તિ જોરુનો ગુલામ છે. આ સિવાય, અન્ય ઘણા વપરાશકર્તાઓએ આ વીડિયોની જુદી જુદી રીતે પ્રશંસા કરી.

તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે આ રમુજી વીડિયો witty_wedding નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી હજારો વ્યૂઝ અને લાઈક્સ મળ્યા છે.

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 09 ઓક્ટોબર: પારિવારિક વાતાવરણ મધુર અને પ્રસન્ન રહેશે, કામ-કાજની જગ્યાએ આળસ થાય

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 09 ઓક્ટોબર: ગ્રહોનું પરિભ્રમણ સફળતાના માર્ગ મોકળા કરી રહ્યું છે, વિશેષ સિદ્ધિઓ મળી શકે

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 09 ઓક્ટોબર: તમારી યોજનાઓને અમલમાં મૂકવાનો યોગ્ય સમય, ઈર્ષા કરતાં લોકોથી સાવધાન રહેવું