India-Pak મેચ પહેલા છવાઇ મૌકા-મૌકાની જાહેરાત, સોશિયલ મીડિયા પર લોકોએ લીધી ખૂબ મજા

|

Oct 24, 2021 | 7:19 AM

ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ કોઈ યુદ્ધથી ઓછી નથી હોતી, પછી તે મેદાનની અંદર હોય કે બહાર અથવા સોશિયલ મીડિયા પર, દરેક જગ્યાએ વાતાવરણ ખૂબ જ ગરમ રહે છે.

India-Pak મેચ પહેલા છવાઇ મૌકા-મૌકાની જાહેરાત, સોશિયલ મીડિયા પર લોકોએ લીધી ખૂબ મજા
Before ind vs pak match New mauka mauka ad goes viral on social media

Follow us on

ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ કોઈ યુદ્ધથી ઓછી નથી હોતી, પછી તે મેદાનની અંદર હોય કે બહાર અથવા સોશિયલ મીડિયા પર, દરેક જગ્યાએ વાતાવરણ ખૂબ જ ગરમ રહે છે. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવા જઇ રહી છે અને એવું કેવી રીતે બને કે ‘મૌકા-મૌકા’નો વીડિયો ન આવે. દર વખતની જેમ આ વખતે પણ ટુર્નામેન્ટના સત્તાવાર પ્રસારણકર્તા ‘સ્ટાર સ્પોર્ટ્સ’એ પ્રખ્યાત જાહેરાતની શ્રેણીનો નવો વીડિયો બહાર પાડ્યો છે. જે ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને તેણે મેચને લઈને સર્જાતા વાતાવરણને એક અલગ રંગ આપ્યો છે.

 

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

વાઈરલ થતા આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે બાળકો શાળામાં વાત કરી રહ્યા છે કે જે શૂન્ય બનાવનાર પણ શું હીરો હશેને, ત્યારે પાછળથી એક છોકરી કહે છે કે તમે તમારા પિતા વિશે વાત કરી રહ્યા છો. જે પછી તે બાળક તેના મિત્રને કહે છે કે શું મારા પિતા શૂન્યના શોધક છે અને પછી વર્ગમાં શિક્ષક પણ કહે છે કે શૂન્ય એક એવી સંખ્યા છે કે તમે કંઈપણનો ગુણાકાર કરશો તો જવાબ શૂન્ય આવશે.

 

વીડિયોના અંતે જોઈ શકાય છે કે બાળકો પોતાનું ભોજન કરી રહ્યા છે, જ્યારે તે બાળકના પિતા ત્યાં આવે છે, ત્યારબાદ તે તેના પિતાને પૂછે છે કે શું તમે શૂન્યના શોધક છો?
જેના પર પિતા કહે ના રે! તને આ કોણે કહ્યું…? જે પછી છોકરી ઉઠે છે અને કહે છે કે તમે દરેક વખતે આટલા બધા શૂન્ય લાવો છો….! છોકરીનો જવાબ સાંભળીને પાકિસ્તાના ફેન્સનું મોઢુ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે.

 

#MaukaMauka નું આ સંસ્કરણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ વીડિયો પર લોકો પોતાની કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું, ‘બેસ્ટ ટ્રોલિંગ એવોર્ડ સ્ટાર સ્પોર્ટ્સને જાય છે.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘તે એક સારા ગુરુ હતા.’ ‘આ એડએ અમારો દિવસ બનાવ્યો છે.’ તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે જે અભિનેતા વીડિયોમાં પાકિસ્તાની ફેન બન્યા હતા. વાસ્તવમાં એક ભારતીય છે અને તેનું નામ વિશાલ મલ્હોત્રા છે.

આ પણ વાંચો –

ITR Filing: નવું ઇન્કમ ટેક્સ પોર્ટલ આજે સવારે 10 વાગ્યા સુધી કામ કરશે નહીં, જાણો કઈ સુવિધાઓ પ્રભાવિત થશે?

આ પણ વાંચો –

Animal Husbandry: લ્યો બોલો ! IVF ટેક્નિકથી ભારતમાં પહેલી વાર ભેંસે આપ્યો વાછરડાને જન્મ

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 24 ઓક્ટોબર: પરિવારના સભ્યો સાથે ખરીદી કરવાનો મોકો મળશે, આનંદનું વાતાવરણ રહેશે

Next Article