આનંદ મહિન્દ્રાએ ફરી એકવાર જીતી લીધું દિલ, જુગાડ કરીને જીપ બનાવનારને SUV આપી ભેટમાં

|

Jan 28, 2022 | 10:36 AM

થોડા દિવસો પહેલા આનંદ મહિન્દ્રાએ ટ્વીટર પર જુગાડમાંથી 'જીપ' બનાવનાર મહારાષ્ટ્રના એક વ્યક્તિની ક્ષમતાના વખાણ કર્યા હતા. આ ઉપરાંત વચન આપ્યું હતું કે તે તેને નવી બોલેરો આપશે. હવે તેણે પોતાનું એ જ વચન પૂરું કરીને લોકોના દિલ જીતી લીધા છે.

આનંદ મહિન્દ્રાએ ફરી એકવાર જીતી લીધું દિલ, જુગાડ કરીને જીપ બનાવનારને SUV આપી  ભેટમાં
anand mahindra gift suv ( Ps : twitter)

Follow us on

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ (Anand Mahindra) ફરી એકવાર પોતાનું વચન નિભાવીને સામાન્ય લોકોના દિલ જીતી લીધા છે. થોડા દિવસો પહેલા તેમણે ટ્વીટર પર ‘દેશી જુગાડ’માંથી ‘જીપ’ બનાવનાર મહારાષ્ટ્રના એક વ્યક્તિની ક્ષમતાના વખાણ કર્યા હતા. આ ઉપરાંત વચન આપ્યું હતું કે તે તેને નવી બોલેરો (Bolero) આપશે. મહિન્દ્રાએ 25 ડિસેમ્બરે ટ્વીટ કરીને દુનિયાને કહ્યું હતું કે તે હંમેશા પોતાનું વચન નિભાવે છે. વાસ્તવમાં આનંદ મહિન્દ્રાએ જુગાડથી બનાવેલી જીપમાં સુરક્ષાના જોખમોને ધ્યાનમાં રાખીને વ્યક્તિને નવી બોલેરો ગિફ્ટ કરવાની જાહેરાત કરી હતી.

25 ડિસેમ્બરના રોજ આનંદ મહિન્દ્રાએ ટ્વીટર પર દત્તાત્રેયની કેટલીક તસવીરો શેર કરી અને લખ્યું – ‘અત્યંત ખુશ છું કે તેમણે તેમની કારને બદલે નવી બોલેરો સાથે બદલવાની અમારી ઓફર સ્વીકારી છે. ગઈકાલે તેમના પરિવારને નવી બોલેરો મળી અને અમે ખૂબ ગર્વ સાથે તેની ગાડીને સંભાળી છે. તેમનું વાહન અમારા મહિન્દ્રા રિસર્ચ વેલી તમામ પ્રકારની કારના સંગ્રહનો એક ભાગ હશે અને અમને સાધનસંપન્ન બનવા માટે પ્રેરણા આપશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

નોંધનીય છે કે આનંદ મહિન્દ્રાએ 21 ડિસેમ્બરે આ વીડિયો શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું, ‘ચોક્કસપણે આ વાહન કોઈ નિયમનું પાલન કરતું નથી. પરંતુ હું આપણા લોકોની સાદગી અને ‘નજીવી’ ક્ષમતાઓ સાથે અજાયબીઓ કરવાની કળાની પ્રશંસા કરવાનું ક્યારેય બંધ કરીશ નહીં. આ તેમનો જુસ્સો છે. જીપની આગળની ગ્રિલ જાણીતી લાગે છે ને? આ પછી, 22 ડિસેમ્બરે, બીજું ટ્વીટ કરવામાં આવ્યું અને જુગાડથી બનેલી ‘જીપ’માં સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખ વ્યક્તિને નવી બોલેરો ગિફ્ટ કરવાની જાહેરાત કરવામાં આવી.

યુટ્યુબ ચેનલ હિસ્ટોરીકાનો અનુસાર આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલી ક્લિપ મહારાષ્ટ્રના દત્તાત્રેય લોહારની હતી, જેમણે જુગાડને તેના બાળકોની જીદ પૂરી કરવા માટે મહિન્દ્રા થાર જેવી ચાર પૈડાવાળી કાર બનાવી હતી, જે શરૂ થઈ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે તે બાઈકના એન્જિનમાંથી બનાવવામાં આવ્યું હતું. જ્યારે ટાયર ઓટો રિક્ષાના છે.

તમને જણાવી દઈએ કે મહિન્દ્રાના ટ્વીટને સમાચાર લખ્યા ત્યાં સુધી 29.5 હજારથી વધુ લાઈક્સ અને 3 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે. ઉપરાંત, સેંકડો યુઝર્સે મહિન્દ્રાની ઉદારતાની પ્રશંસા કરી હતી. અને હા, કેટલાકે કહ્યું કે સાહેબ અમને પણ કાર ગિફ્ટ કરો ને? તે જ સમયે, ઘણા યુઝર્સએ મહિન્દ્રા માટે કહ્યું કે તે ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે.

આ પણ વાંચો : Pakistan Terrorist Attack: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકવાદી હુમલામાં 10 સૈનિક થયા શહિદ, એક આતંકવાદી ઠાર

આ પણ વાંચો : On This Day: આજના દિવસે જ અમેરિકાનું અવકાશયાન ‘ચેલેન્જર’ થયું હતું ક્રેશ, તમામ 7 અવકાશયાત્રીના થયા હતા મોત

Next Article