Global Outage: વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટા બાદ Snapchat થયુ ડાઉન, સોશિયલ મીડિયામાં મીમ્સનું આવ્યુ પૂર

|

Oct 14, 2021 | 8:09 AM

સ્નેપચેટ કંપનીએ એક પોસ્ટ પણ શેર કરી, ટ્વિટ કર્યું, 'અમે જાણીએ છીએ કે કેટલાક સ્નેપચેટર્સને અત્યારે એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી રહી છે - અમે તેને જોઈ રહ્યા છીએ!

Global Outage: વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટા બાદ Snapchat થયુ ડાઉન, સોશિયલ મીડિયામાં મીમ્સનું આવ્યુ પૂર
After Facebook WhatsApp and Instagram there was a problem in Snapchat

Follow us on

થોડા દિવસો પહેલા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ (Facebook, Insta and WhatsApp Down) યુઝર્સને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દુનિયાભરમાં ત્રણેય પ્લેટફોર્મ 7 કલાક માટે ડાઉન (Global Outage) થઇ ગયા હતા, જોકે બીજા દિવસે બધું બરાબર થઇ ગયુ હતું. હવે સ્નેપચેટ (Snapchat) સાથે આવી સમસ્યા જોવા મળી છે, તમામ સ્નેપચેટ યુઝર્સે આ સમસ્યાનો સામનો કરવો પડ્યો.

તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર, સ્નેપચેટ ઘણા સમયથી ડાઉન ચાલી રહ્યું હતું. સોશિયલ મીડિયા યુઝર્સ સ્નેપચેટ પર કંઈપણ પોસ્ટ કરવામાં અસમર્થ હતા, ત્યારબાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર જોવા મળ્યું હતું. જો કે, હવે અમે તમને જણાવી દઈએ કે આ સમસ્યા ઉકેલાઈ ગઈ છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

 

સમસ્યાની નોંધ લેતા, સ્નેપચેટ કંપનીએ એક પોસ્ટ પણ શેર કરી, ટ્વિટ કર્યું, ‘અમે જાણીએ છીએ કે કેટલાક સ્નેપચેટર્સને અત્યારે એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી રહી છે – અમે તેને જોઈ રહ્યા છીએ! હવે અમે તમને જણાવી દઈએ કે આ સમસ્યાનું સમાધાન થઈ ગયું છે, જેની માહિતી કંપનીએ પોસ્ટ શેર કરતી વખતે જ આપી હતી, તેમણે લખ્યું – સમસ્યા દૂર થઈ ગઈ છે! જો તમને હજી પણ મુશ્કેલી આવી રહી છે, તો કૃપા કરીને અમને જણાવો. હેપી સ્નેપિંગ!

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા દેશભરમાં વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક ડાઉન હતા, જે બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પરેશાન થઈ ગયા હતા. બધા ડાઉન હોવા પછી, લોકોને સંદેશા મોકલવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી. આ ત્રણેય પ્લેટફોર્મની ગેરહાજરીમાં, લોકો ટ્વિટર પર આવ્યા અને ચારે બાજુથી મીમ્સનું પૂર આવ્યું. આ દરમિયાન લોકોએ ખૂબ મસ્તી કરી હતી. માહિતી માટે, તમને જણાવી દઈએ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ તમામ ફેસબુકની માલિકીના છે. તે જ સમયે, ટ્વિટર તેની હરીફ કંપની છે.

 

ફેસબુકે આ મુદ્દે એક નિવેદન પણ બહાર પાડ્યું હતું અને કહ્યું હતું કે સમસ્યા ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. પોસ્ટ શેર કરતાં તેણે લખ્યું, અમે જાણીએ છીએ કે કેટલાક લોકોને અમારી એપ્સ અને પ્રોડક્ટ્સને એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે. અમે શક્ય તેટલી વહેલી તકે વસ્તુઓ સામાન્ય કરવા માટે કામ કરી રહ્યા છીએ, અને કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ. ”

આ પણ વાંચો –

Infosys Q2 Results : ઇન્ફોસિસના નફામાં 11.9% અને આવકમાં 20.5%નો વધારો, પ્રતિ શેર 15 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ અપાશે

આ પણ વાંચો –

Surat: બિસ્માર રસ્તાને ફળી ઓનલાઈન ફરિયાદ, મંત્રીજીએ કહ્યું સુરતમાં 92 ટકા બિસ્માર રસ્તાઓ રીપેર થઇ ગયા

આ પણ વાંચો –

Petrol Diesel Price Today: ભડકે બળતા ઇંધણ ભાવ ઉપર ક્યારે નિયંત્રણ આવશે? જાણો આજે કેટલા મોંઘા થયા પેટ્રોલ – ડીઝલ

Next Article