રીંછના હુમલાથી માઈક્રો સેકેન્ડમાં બચ્યો જીવ, સૂજબૂજથી આવી રીતે બચી ગયો વ્યક્તિ, જુઓ-Video

આ વીડિયોમાં જોઈ શકે છે એક વ્યક્તિ ગાડીયોની આસપાસ ફરી રહ્યો છે ત્યાંથી તે પાછળ તરફ જતો દેખાય છે અને ત્યાં તે અચાનક રીંછને જુવે છે અને તરત જ ગાડી ખોલીને ગાડીમાં બેસી જાય છે.

રીંછના હુમલાથી માઈક્રો સેકેન્ડમાં બચ્યો જીવ, સૂજબૂજથી આવી રીતે બચી ગયો વ્યક્તિ, જુઓ-Video
viral video
| Updated on: Sep 25, 2025 | 2:24 PM

સોશિયલ મીડિયામાં રોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે ત્યારે હાલ પણ એક એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ રીંછના હુમલાથી બચવા માટે ગાડીમાં કૂદી પડે છે.

સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

આ વીડિયોમાં જોઈ શકે છે એક વ્યક્તિ ગાડીયોની આસપાસ ફરી રહ્યો છે ત્યાંથી તે પાછળ તરફ જતો દેખાય છે અને ત્યાં તે અચાનક રીંછને જુવે છે અને તરત જ ગાડી ખોલીને ગાડીમાં બેસી જાય છે. સામે રીંછ દીવાલ પરથી નીચે ઉતરે છે અને સીધો તે વ્યક્તિ પર હુમલો કરવા જાય છે.

રીંછના હુમલાથી બચ્યો વ્યક્તિ

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં વ્યક્તિની સૂજ બૂજ થી તેનો જીવ બચી જાય છે. રીંછ જે રીતે વ્યક્તિ પર તરાપ મારવા જાય છે અને તેની બીજી જ સેકેન્ડમાં તે વ્યક્તિ કારનો દરવાજો ખોલીને ગાડીમાં બેસી જાય છે આ દરમિયાન રીંછ તે કારનો દરવાજો ખોલવા પણ ટ્રાય કરે છે પણ દરવાજો અંદરથી તે વ્યક્તિ બચી જાય છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો રશિયાનો છે જે હાલ વાયરલ થઈ રહ્યો છે.

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

Published On - 12:50 pm, Thu, 25 September 25