ગેસ સિલિન્ડર લીક થતા ઘરમાં થયો બ્લાસ્ટ ! મરતા મરતા બચ્યા મહિલા અને પુરુષ, જુઓ-Video

મોટાભાગના લાકો ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે. ત્યારે સિલિન્ડ સાથે થયેલી એક નાની અમથી ભૂલ કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે તે આ વીડિયો પરથી સમજી શકાય છે.

ગેસ સિલિન્ડર લીક થતા ઘરમાં થયો બ્લાસ્ટ ! મરતા મરતા બચ્યા મહિલા અને પુરુષ, જુઓ-Video
A Gas Cylinder Leak To A Sudden blast
| Updated on: Jun 23, 2025 | 5:03 PM

સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જે જોયા બાદ તમે પણ માંથુ પકડીને બેસી જશો. મોટાભાગના લાકો ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે. ત્યારે સિલિન્ડ સાથે થયેલી એક નાની અમથી ભૂલ કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે તે આ વીડિયો પરથી સમજી શકાય છે.

ગેસ લીકેજથી થયો બ્લાસ્ટ

સામે આવેલા આ વીડિયોમાં એક મહિલા રસોડમા જોવા મળી રહી છે તેના હાથમાં ગેસ સિલિન્ડર છે જેની પાપાઈ છૂટી પડી જતા તેમાંથી સતત ગેસ લીક થતો જોવા મળે છે ત્યારે આખા ઘરમાં ગેસ ફેલાઈ જતા તે બહાર જતી રહે છે અને થોડી મીનિટ બાદ તે મહિલા અને બીજી બાજુથી એક પુરુષ ઘરમાં એન્ટર થાય છે અને જેવું સિલિન્ડર પકડવા જાય છે કે મોટો બ્લાસ્ટ થઈ જાય છે. આ ઘટના 18 જૂનના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે, જોકે તેના ચોક્કસ સ્થાનની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. તેમજ આ વીડિયો કયા શહેરનો છે તે અંગે પણ કોઈ માહિતી નથી હાલ આ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ વીડિયો છે.

આ વીડિયો રસોડાના ફ્લોર પર એલપીજી સિલિન્ડરથી લીક થતો જોવા મળે છે. ગેસ પાઇપમાં લીકેજ છે અને તેમાંથી સતત ગેસ નીકળી રહ્યો છે. મહિલા પહેલા લીકેજ રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ જ્યારે તે આમ કરવામાં અસમર્થ બને છે, ત્યારે તે તરત જ ત્યાંથી બહાર નીકળી જાય છે. એવું લાગે છે કે મહિલા કોઈની મદદ લેવા માટે બહાર ગઈ છે.

મોટી દુર્ઘટના ટળી

થોડા સમય પછી તે એક પુરુષ સાથે પાછી આવે છે. બંને અલગ અલગ દરવાજામાંથી ઘરની અંદર આવે છે અને ગેસ વાલ્વ બંધ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ત્યાં સુધીમાં ઓરડો ગેસથી ભરેલો હોય છે, જેના એકદમ જ ઓરડામાં બ્લાસ્ટ થઈ જાય છે. જોકે બન્ને માંથી કોઈને કઈ થયું નથી અને બન્ને ઘરની બાહર નીકળી જાય છે. આ આખી ઘટના CCTVમાં કેદ થઈ છે.

યુઝર્સની વીડિયો પર પ્રતિક્રિયા

હવે આ વીડિયો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, ‘જો રૂમની બારી કે દરવાજા બંધ હોત તો બંનેના મોત થઈ શક્યા હોત.’ તે જ સમયે, ઘણા યુઝર્સે વીડિયોમાંથી શીખવાની સલાહ આપી છે કે ગેસ લીક ​​જેવી નાની ઘટના પણ કેવી રીતે જીવલેણ બની શકે છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગેસ સિલિન્ડર લીકેજને હળવાશથી ન લેવું જોઈએ. આવી સ્થિતિમાં, ગેસ બહાર નીકળવા માટે દરવાજા અને બારીઓ તાત્કાલિક ખોલવા જોઈએ અને ઇલેક્ટ્રિક ઉપકરણોથી દૂર રહેવું જોઈએ.

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.