
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોના હોશ ઉડાવી દીધા છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 70 વર્ષના એક વૃદ્ધે તેની 25 વર્ષની પૌત્રી સાથે લગ્ન કર્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે બંનેનો સંબંધ દાદા-પૌત્રી જેવો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં વૃદ્ધ પુરુષ અને યુવતી બંને આ લગ્નથી ખુશ દેખાઈ રહ્યા છે, પરંતુ આ સમાચાર સમાજમાં મોટા વિવાદનું કારણ બન્યા છે.
આ વીડિયો સૌપ્રથમ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ફેસબુક પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં, એક ઇન્ટરવ્યુ લેનાર વૃદ્ધ પુરુષ અને યુવતીને પ્રશ્નો પૂછે છે. વૃદ્ધ માણસ કહે છે, “જ્યારે તે જન્મી, ત્યારે મને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. મેં તેના પુખ્ત થવા સુધી રાહ જોઈ અને હવે અમે લગ્ન કરી લીધા છે. જો કે આ વીડિયોની TV9 Gujarati પુષ્ટિ કરતુ નથી.
25 વર્ષની છોકરી કહે છે કે તે આ લગ્નથી તે ખૂબ જ ખુશ છે. તેના દાદા હંમેશા તેને પ્રેમ અને આદર આપે છે. આ સાંભળીને ઇન્ટરવ્યુ લેનાર અને પ્રેક્ષકો બંને આશ્ચર્યચકિત થઈ ગયા. લોકો વીડિયોમાં બંનેની ખુશી અને આત્મવિશ્વાસ જોઈને દંગ રહી ગયા છે, પરંતુ તે જ સમયે આ સંબંધ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. વીડિયો વાયરલ થયા પછી, સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક યુઝર્સે તેને “પ્રેમનું અનોખું ઉદાહરણ” ગણાવ્યું, જ્યારે કેટલાકે તેને “નૈતિકતાની વિરુદ્ધ” ગણાવ્યું.
જોકે, આ વીડિયોની સત્યતા અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ અને ફેક્ટ-ચેકિંગ વેબસાઇટ્સે શંકા વ્યક્ત કરી છે કે આ વીડિયો સ્ક્રિપ્ટેડ હોઈ શકે છે. ભૂતકાળમાં ઘણી વખત આવા વીડિયો સામે આવ્યા છે, જે મનોરંજન માટે બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેને વાસ્તવિક ઘટનાઓ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. એક ફેક્ટ-ચેકિંગ વેબસાઇટ રિપોર્ટ અનુસાર, આવા વીડિયો ઘણીવાર વ્યૂ અને લાઈક્સ માટે બનાવવામાં આવે છે, અને તેમાં સામેલ લોકો અભિનય કરતા હોય છે. જો કે, આ ચોક્કસ વીડિયોની સત્યતાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો