63 વર્ષની ઉંમરે દાદીએ લગાવ્યા ઠુમકા, દિલજીત દોસાંજના આ સોન્ગ પર કર્યો જબરદસ્ત ડાન્સ

|

Nov 24, 2021 | 9:51 AM

કહેવાય છે કે ઉંમર માત્ર એક આંકડો છે અને 63 વર્ષના રવિ બાલા શર્માએ આ કહેવતને ઘણી હદ સુધી સાબિત કરી છે. લેટેસ્ટ વીડિયોમાં, દાદીને પટ્ટાવાળી ટી-શર્ટ અને પેન્ટ સાથે સ્વેટશર્ટ પહેરેલી જોઈ શકાય છે.

63 વર્ષની ઉંમરે દાદીએ લગાવ્યા ઠુમકા, દિલજીત દોસાંજના આ સોન્ગ પર કર્યો જબરદસ્ત ડાન્સ
Dancing Dadi

Follow us on

શું તમને લાગે છે કે તમે તમારા પેશનને અનુસરવા માટે ખૂબ વૃદ્ધ છો? જો એવું હોય તો તમારે 62 વર્ષના રવિ બાલા શર્મા ઉર્ફે ડાન્સિંગ દાદી પાસેથી પ્રેરણા લેવી જોઈએ જેઓ હજુ પણ તેના સપનાને સાકાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા (Social Media) પર આ દિવસોમાં લોકો ‘ડાન્સિંગ દાદી’ને (Dancing Dadi) ખૂબ પસંદ કરી રહ્યાં છે. નવા-જૂના ગીતો પર ડાન્સર દાદીના દમદાર ડાન્સે સૌના દિલ જીતી લીધા છે. આ સાથે દાદી પણ સ્ટાર બની ગયા છે. હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં તે દિલજીત દોસાંજના લવ સોન્ગ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેનો આ વીડિયો બધાના દિલ જીતી રહ્યો છે.

આ વખતે રવિ બાલા શર્મા દિલજીત દોસાંજના સોન્ગ પર જોરદાર ડાન્સ કરી રહ્યા છે. રવિવારે પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો 44 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. કહેવાય છે કે ઉંમર માત્ર એક આંકડો છે અને 63 વર્ષના રવિ બાલા શર્માએ આ કહેવતને ઘણી હદ સુધી સાબિત કરી છે. લેટેસ્ટ વીડિયોમાં, દેશી દાદીને પટ્ટાવાળી ટી-શર્ટ અને પેન્ટ સાથે સ્વેટશર્ટ પહેરેલી જોઈ શકાય છે. વીડિયોમાં, તે અભિનેતા-ગાયક દિલજીત દોસાંજ દ્વારા ગાયેલા આ લોકપ્રિય ગીત પર શ્રેષ્ઠ અભિવ્યક્તિ આપી રહી છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

દિલજીત દોસાંજના ગીત લવરને અત્યાર સુધીમાં 48 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. કોમેન્ટ સેક્શન પણ રવિ બાલા શર્માના આકર્ષક ડાન્સ મૂવ્સ માટે પ્રશંસાના શબ્દોથી ભરેલો છે. આ ઉંમરે પણ લોકો માટે દાદીમાની ઉર્જાને હરાવવાનું મુશ્કેલ છે. રવિ બાલા શર્મા ઇન્ટરનેટ પર ખૂબ પ્રખ્યાત છે. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. દરરોજ તે નવા જૂના ગીતો પર ડાન્સ કરે છે અને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો શેર કરે છે, જેને લોકો ખૂબ પસંદ પણ કરે છે.

તેના આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, ‘દાદીમાએ આ ઉંમરે અજાયબી કરી બતાવી છે’ બીજા યુઝરે લખ્યું, ‘તમારો ડાન્સ ખરેખર અદ્ભુત છે’ ત્રીજા યુઝરે લખ્યું, ‘મને ખાતરી છે કે દિલજીત દોસાંઝને આ વીડિયો ખૂબ જ ક્યૂટ લાગ્યો હશે’ આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ મળી રહી છે. તે જ સમયે, સોશિયલ મેડિકા વપરાશકર્તાઓ તેમની ટિપ્પણીઓ દ્વારા ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

આ પણ વાંચો – Petrol Diesel Price Today : ટૂંક સમયમાં સસ્તું થઇ શકે છે તમારા વાહનનું ઇંધણ, જાણો આજે શું છે 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત

આ પણ વાંચો – Mamta Banerjee Delhi Visit: આજે PM મોદીને મળશે CM મમતા, ત્રિપુરા હિંસા અને BSFના અધિકારક્ષેત્રનો ઉઠાવશે મુદ્દો

Next Article