WhatsApp અત્યારે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પૈકીનું એક છે. તમારા મિત્રો, પરિવારના સભ્યો, સંબંધીઓ સાથે જોડાવા માટે WhatsAppનો ખાસ ઉપયોગ થાય છે. વોટ્સએપે તાજેતરમાં યુઝર્સને ઘણા ન્યુ ફીચર્સ (New Feature) પણ આપ્યા છે. આ ફીચર્સની મદદથી તમે કોઈપણ યુઝર સાથે ફોટો, વીડિયો, ઓડિયો ક્લિપ્સ સરળતાથી શેર કરી શકો છો. ક્યારેક તમારી ખાસ વ્યક્તિ કે મિત્ર તમને WhatsApp પર બ્લોક કરી દે છે. પરંતુ, બ્લોક કર્યા પછી પણ તમે તે યુઝર સાથે ચેટ કરી શકો છો.
WhatsApp પર તમે તમારી જાતને અનબ્લોક પણ કરી શકો છો. આ માટે તમે આ એક ખાસ ટ્રીકનો ઉપયોગ કરી શકો છો. જો તમારો કોઈ ખાસ મિત્ર અથવા પાર્ટનર તમને WhatsApp પર બ્લોક કરે છે, તો હવેથી તમારે ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા જણાવેલી તમે કેટલીક સરળ યુક્તિઓનો ઉપયોગ કરીને તમે પોતાને વ્હોટ્સએપ પર અનબ્લોક કરી શકો છો.
આ માટે તમારે પહેલા ચેક કરવું પડશે કે યુઝરે ખરેખર તમને બ્લોક કર્યા છે. જો તમે મેસેજ કર્યો હોય અને તમારી સામેની વ્યક્તિએ ડબલ ટિક ન લગાવી હોય તો તે યુઝરે તમને બ્લોક કરી દીધા છે. તમારા ચોક્કસ વ્હોટ્સએપ યુઝરસ અથવા મિત્ર સાથે ફરીથી ચેટ કરવા માટે, તમારે તમારું WhatsApp એકાઉન્ટ કાઢી નાખવું પડશે.
તે પછી તમારે ફરીથી WhatsApp ઇન્સ્ટોલ કરીને સાઇન અપ કરવું પડશે. આ પ્રક્રિયા તમને આપમેળે અનબ્લોક કરશે. પરંતુ, જ્યારે તમારે અન્ય વ્યક્તિ સાથે વાત કરવાની જરૂર હોય ત્યારે જ WhatsApp એકાઉન્ટ ડિલીટ કરો. કારણ કે તે વ્યક્તિ તમારો બેકઅપ લઈ શકે છે.
વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ કરવા માટે તમારે પહેલા વોટ્સએપ ઓપન કરવું પડશે. આ પછી, ‘સેટિંગ્સ’ વિકલ્પ પર જઈને એકાઉન્ટ પર ક્લિક કરો. આ સમયે તમને ‘Delete My Account’ નો વિકલ્પ દેખાશે.
અહીં તમારે કન્ટ્રી કોડની સાથે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. જ્યારે તમે આ પગલું પૂર્ણ કરી લો, ત્યારે Delete My Account પર ક્લિક કરો. પછી વોટ્સએપ ફરીથી ખોલો અને એક એકાઉન્ટ બનાવો. તમે વોટ્સએપ પર તમને બ્લોક કરનાર યુઝર સાથે ફરીથી ચેટ કરી શકશો.
આ પણ વાંચો – Alert: WhatsApp પર તમને પણ આવ્યો છે આવો મેસેજ તો થઈ જાવ સાવધાન અને તાત્કાલિક કરો આ કામ
Published On - 6:06 pm, Sat, 30 April 22