બુકિંગ શરુ થયાના માત્ર 48 કલાકમાં કંપનીએ બંધ કરી દેવું પડ્યું બજાજ ચેતકનું બુકિંગ, જાણો કેમ

|

Apr 16, 2021 | 11:44 AM

ઇલેક્ટ્રિક સ્કૂટર બજાજ ચેતક માટે બુકિંગ શરૂ થયાના 48 કલાકની અંદર જ બજાજ ઓટોએ આ સ્કૂટરનું બુકિંગ બંધ કરી દીધું. ચાલો જણાવીએ શું છે કારણ.

બુકિંગ શરુ થયાના માત્ર 48 કલાકમાં કંપનીએ બંધ કરી દેવું પડ્યું બજાજ ચેતકનું બુકિંગ, જાણો કેમ
Bajaj chetak (File Image)

Follow us on

ઇલેક્ટ્રિક સ્કૂટર બજાજ ચેતક માટે બુકિંગ શરૂ થયાના 48 કલાકની અંદર જ બજાજ ઓટોએ આ સ્કૂટરનું બુકિંગ બંધ કરી દીધું. સપ્લાય ચેઇનની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને કંપનીએ આ પગલું ભર્યું હતું. ‘ગુડી પડવા’ ના શુભ દિવસે 9 એપ્રિલના રોજ સવારે 9 કલાકે કંપની તરફથી બુકિંગ શરુ કરવામાં આવ્યું હતું. જેને ગ્રાહકો તરફથી ખૂબ ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો. ગ્રાહકો ચેતકનું બુકિંગ પહેલા આવો પહેલા મેળવોના આધારે ઓનલાઈન બુકિંગ કરી શકતા હતા. ગુરુવારે કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેંગ્લોર અને પુણેમાં ચેતક માટે બુકિંગ ફરીથી ખોલ્યા પછી તેને જોરદાર પ્રતિસાદ મળ્યો છે.

બજાજ ઓટોએ જણાવ્યું હતું કે, ગ્રાહકો તરફથી મોટી સંખ્યામાં ઓર્ડર મોકલવામાં આવ્યા હતા, ત્યારબાદ કંપનીએ 48 કલાકમાં બુકિંગ સ્વીકારવાનું બંધ કરવું પડ્યું હતું. કંપની સપ્લાયની સ્થિતિની સમીક્ષા કરશે અને બુકિંગના બીજા રાઉન્ડની ઘોષણા કરશે. જી હા મળેલી માહિતી અનુસાર એટલા બુકિંગ વધી ગયા કે કંપનીએ બુકિંગ બંધ કરવું પડ્યું.

બુકિંગ 48 કલાકમાં બંધ થઈ ગયું

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

નિવેદનમાં જણાવ્યા અનુસાર, ગયા વર્ષે કોવિડ રોગચાળાને કારણે થતાં વિક્ષેપોના પરિણામે ગ્રાહકોએ અકારણ અને લાંબી રાહ જોવી પડી હતી. વિક્ષેપો હોવા છતાં, બજાજે રદ થવાના ઓછા કિસ્સા જોયા છે.

બજાજ ઓટો લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, રાકેશ શર્માએ જણાવ્યું હતું કે, “પુણે અને બેંગાલુરુમાં ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટર્સ માટે બુકિંગ ફરી શરૂ કરવા પર અમને મોટો પ્રતિસાદ મળતાં અમને ખૂબ આનંદ થાય છે. અમે આ બે શહેરોમાં અમારા ગ્રાહકોના ધૈર્ય અને હવે આ ઉત્સાહી પ્રતિસાદ બદલ આભાર માનીએ છીએ.”

બજાજ ચેતકની સુવિધાઓ

કંપની આ ઇલેક્ટ્રિક સ્કૂટરને બે વેરિએન્ટમાં ઉપલબ્ધ કરાવશે જેમાં અર્બન અને પ્રીમિયમ વેરિએન્ટ્સ શામેલ છે. તેમાં 3 કેડબ્લ્યુએચની બેટરી પેક અને 4.08 કેડબલ્યુ ઇલેક્ટ્રિક મોટર છે. બજાજના જણાવ્યા પ્રમાણે આ સ્કૂટર એક જ ચાર્જમાં 95 કિલોમીટરની રેન્જ આપે છે. તે ફક્ત 5 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ શકે છે.

તેની અન્ય સુવિધાઓની વાત કરીએ તો, આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી, ટચ સેન્સિટિવ સ્વીચ, કી લેસ સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ અને ડિઝાઇનર એલોય વ્હીલ્સ છે. આ સિવાય તમને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ મળશે અને સલામતી માટે તેને ફ્રન્ટ અને રીઅર ડ્રમ બ્રેક્સ પર ડિસ્ક બ્રેક્સ આપવામાં આવ્યા છે. આ સાથે વધુ સારી રીતે હેન્ડલિંગ માટે આ સ્કૂટરમાં કમ્બાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમ (સીબીએસ) પણ આપવામાં આવી છે.

 

આ પણ વાંચો: કોરોનાના કપરા સમયમાં ઓક્સિજનની માંગને પહોંચી વળવા મોદી સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે પ્લાન

આ પણ વાંચો: કોરોનાના ડર વચ્ચે મૃત્યુ દરને લઈને રાહતના સમાચાર, ગયા વર્ષની તુલનામાં મૃત્યુ દર ઓછો

Next Article