કઇ Mobile એપ તમારા સ્માર્ટફોનને કરી રહી છે સ્લો, જાણો આ સરળ રીતે

|

Jun 08, 2021 | 8:41 PM

હાલ સ્માર્ટફોન(Smart Phone) ના વધતા ઉપયોગ સાથે મોબાઇલ ડિવાઇસ(Device)સ્લો ચાલવાની સમસ્યા વધી છે. કારણ કે સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ અને હાઇ એન્ડ ગ્રાફિક ગેમ વગેરે રેમનો વધુ વપરાશ કરે છે. ત્યારે જાણવું મહત્વપૂર્ણ છે કે કઈ મોબાઇલ એપ્લિકેશનો સ્માર્ટફોનને સ્લો(Slow) કરી રહી છે.

કઇ Mobile એપ તમારા સ્માર્ટફોનને કરી રહી છે સ્લો, જાણો આ સરળ રીતે
કઇ Mobile એપ તમારા સ્માર્ટફોનને કરી રહી છે સ્લો,

Follow us on

હાલ સ્માર્ટફોન(Smart Phone) ના વધતા ઉપયોગ સાથે મોબાઇલ ડિવાઇસ(Device)સ્લો ચાલવાની સમસ્યા વધી છે. કારણ કે સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ અને હાઇ એન્ડ ગ્રાફિક ગેમ વગેરે રેમનો વધુ વપરાશ કરે છે. ત્યારે જાણવું મહત્વપૂર્ણ છે કે કઈ મોબાઇલ એપ્લિકેશનો સ્માર્ટફોનને સ્લો(Slow) કરી રહી છે.

આજે અમે તમને અહીં એક ટ્રિક જણાવીશું. જેથી તમે જાણી શકશો કે કઈ એપ્લિકેશન્સ વધુ રેમ અને ડિવાઇસ(Device)નો સ્ટોરેજ વાપરી રહી છે. આનો ફાયદો થશે કે તમારા મોબાઇલની બેટરી સેવ થશે અને ડિવાઇસ વધુ ફાસ્ટ થશે.

કઈ મોબાઇલ એપ્લિકેશન તમારા ફોનને સ્લો(Slow) કરે છે ?

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

1 સૌ પ્રથમ મોબાઇલના સેટિંગ્સ પર જાઓ
2 સેટિંગ્સ પર જાઓ અને સ્ટોરેજ / મેમરી પર ક્લિક કરો
3 તેમાં સ્ટોરેજ લિસ્ટમાં તમે જોશો કે કઇ એપ તમારા ફોનની સૌથી વધુ સ્ટોરેજ સ્પેસનો વપરાશ કરે છે.
4 આ લિસ્ટમાં તમે ઇન્ટરલ મેમરીનો વપરાશ જોઇ શકો છો
5 તેની બાદ મેમરી પર ક્લિક કરો અને Memory used by apps પર ક્લિક કરો
6 આ લિસ્ટ તમને રેમના ચાર ઇન્ટરવેલ (3 કલાક, 6 કલાક, 12 કલાક અને 1 દિવસ) બતાવશે.
7 હવે તમે જાણી શકશો કે કઈ મોબાઇલ એપ્લિકેશન તમારી રેમનો કેટલો ઉપયોગ કરે છે

આ માહિતીના આધારે તમે એપ્લિકેશનોને અનઇન્સ્ટોલ કરી શકો છો જે તરત જ વધુ રેમનો વપરાશ કરે છે. જો તમારું ઇન્ટરનલ સ્ટોરેજ લગભગ ભરેલું છે તો પણ ફોનને સ્લો કરવાનું આ એક મોટું કારણ છે. ધ્યાનમાં રાખો કે ડિવાઇસ(Device)નું ઇન્ટરનલ સ્ટોરેજ ફ્રી હોવું જોઈએ. આ તમારા ફોનની સ્પીડ વધારશે. તેમજ દરરોજ એકવાર તમારા ફોનને રીબુટ કરવાનું ભૂલશો નહીં.

આ રીતે મોબાઇલ સ્ટોરેજ સ્પેસમાં વધારો

એપ્લિકેશન્સને એસડી કાર્ડ અથવા યુએસબી સ્ટોરેજમાં ટ્રાન્સફર કરો. એવી ઘણી એપ્લિકેશનો છે જેને એસડી કાર્ડ / યુએસબી સ્ટોરેજમાં ટ્રાન્સફર કરી શકો છો.

Published On - 8:38 pm, Tue, 8 June 21

Next Article