WhatsAppમાં સ્ટેટસને લઈને આવશો મોટો બદલાવ, ફીચર વિશે જાણીને ખુશીથી ઝૂમી ઉઠશે યુઝર્સ

|

Oct 25, 2021 | 1:50 PM

WhatsApp ઘણી નવી સુવિધાઓ સાથે તેના પ્લેટફોર્મને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, વોટ્સએપ હાલમાં Undo અને Redo બટનો પર કામ કરી રહ્યું છે.

WhatsAppમાં સ્ટેટસને લઈને આવશો મોટો બદલાવ, ફીચર વિશે જાણીને ખુશીથી ઝૂમી ઉઠશે યુઝર્સ
WhatsApp

Follow us on

આજના જમાનામાં વોટસએપ (WhatsApp)  દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે. છેલ્લા ઘણા સમયથી વોટસએપ તેના યુઝર્સને ખુશ કરવા માટે નવા-નવા ફીચર અને અપડેટ્સ કરે છે જે લોકોને ઘણા પસંદ આવી રહ્યા છે. ખબરોનું માનીએ તો યુઝર્સ માટે વોટસએપ સ્ટેટ્સથી જોડાયેલા એક અપડેટ જલ્દી જ આવશે જે વાંચીને યુઝર્સ ખુશીથી ઝૂમી ઉઠશે.

વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર નવા ફીચર્સ ઉમેરતું રહે છે. ફેસબુકની માલિકીની મેસેજિંગ એપ ફોટા એડિટ કરવા માટે Undo અને Redo બટનો પર કામ કરી રહી છે. હવે એક તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું છે કે કંપની WhatsApp Status માટે પણ નવું Undo બટન લાવવા જઈ રહી છે. આ Undo બટન સ્ટેટ્સ લગાવતા સમયે તમારાથી થયેલી ભૂલને લઈને સુધારી શકશો.

WABetaInfoના એક રિપોર્ટ અનુસાર, લોકપ્રિય મેસેજિંગ એપ એક એવા ફીચર પર કામ કરી રહી છે જે તેના યુઝર્સને ભૂલથી કરેલી પોસ્ટ કરેલા સ્ટેટસ અપડેટને તાત્કાલિક ડિલીટ કરવામાં મદદ કરશે. આ માટે એપમાં Undo બટન આપવામાં આવશે. આ બટન સ્ટેટસ સેન્ટ મેસેજની બાજુમાં જ લખેલું હશે. એટલે કે તમે સ્ટેટસ મળતાની સાથે જ તુરંત એક્શન લઇ શકો છો. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ઘણી વખત ભૂલથી સ્ટેટસ પર તસવીરો કે વીડિયો અપલોડ થઈ જાય છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

નોંધનીય છે કે યુઝર્સને WhatsApp પર સ્ટેટસ ડિલીટ કરવાનો વિકલ્પ મળે છે. જો કે આ માટે તમારે પહેલા સ્ટેટસ સેક્શનમાં જવું પડશે અને સ્ટેટસ સિલેક્ટ કરવું પડશે અને પછી તમે તેને ડિલીટ કરી શકશો. આટલા સમયમાં તમારા ઘણા લોકોએ સ્ટેટ્સ જોઈ લીધું છે. આ સ્થિતિમાં નવું બટન તસવીર / વિડીયો દૂર કરવાનું કામ ઝડપથી કરી શકશે.

બ્લૉગ સાઇટ અનુસાર, “જ્યારે તમે સ્ટેટસ અપડેટને Undo કરો છો, ત્યારે તમે હવે ડિલીટ કરવાની પ્રક્રિયાને પણ ફોલો કરી શકો છો. જ્યારે તમે સ્ટેટસ ડિલીટ કરશો ત્યારે WhatsApp તમને જાણ કરશે.” સ્ટેટસ અપડેટ્સ માટે Undo બટનનું હાલમાં WhatsApp બીટાના એન્ડ્રોઇડ વર્ઝન 2.21.22.6 પર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. ટેસ્ટિંગ કરવામાં આવ્યા બાદ બધા યુઝર્સે માટે આ ફીચર લોન્ચ કરવામાં આવશે.

આ પણ વાંચો : Ajab-gajab : OMG! લગ્નમાં પણ પૈસા આપીને નકલી મહેમાનોને બોલાવે છે લોકો, કારણ છે ચોંકાવનારું

આ પણ વાંચો : Aryan Khan Drug Case: સમીર વાનખેડેએ પોલીસ કમિશનરને લખ્યો પત્ર, ‘મને આર્યન કેસમાં ખોટી રીતે ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે’

Next Article