WhatsApp Trick: ગ્રુપ બનાવ્યા વગર એક જ સમયે 200થી વધુ લોકોને એક જ મેસેજ કેવી રીતે મોકલવો, જાણો વિગત

|

Aug 14, 2021 | 9:34 PM

WhatsApp તમને એક એવુ ફીચર આપે છે જેનો ઉપયોગ કરીને તમે 256 લોકોને એક સાથે મેસેજ કરી શકો છો. આ માટે તમારે ગ્રુપ બનાવવાની પણ જરૂર નહીં પડે.

WhatsApp Trick: ગ્રુપ બનાવ્યા વગર એક જ સમયે 200થી વધુ લોકોને એક જ મેસેજ કેવી રીતે મોકલવો, જાણો વિગત
WhatsApp

Follow us on

ટેક જાયન્ટ ફેસબુક(Facebook)ની માલિકીની ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ(whatsapp) તેના ફીચર્સ દ્વારા યુઝર્સના દિલમાં અલગ સ્થાન ધરાવે છે. યુઝર્સની સુવિધા અનુસાર તેમાં ફીચર્સ ઉપલબ્ધ છે. એપ્લિકેશનમાં દરરોજ નવા ફીચર્સ ઉમેરવામાં આવે છે. વોટ્સએપ(whatsapp)ના ઘણા યુઝર્સ છે જે તેના તમામ ફીચર્સ વિશે જાણતા નથી.

 

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઘણીવાર એવું બને છે કે આપણે એક જ મેસેજ ઘણા લોકોને મોકલવો પડે છે, આ માટે ઘણા યુઝર્સ એક પછી એક વ્યકતિને સિલેક્ટ કર્યા બાદ મેસેજ ટાઈપ કરીને મોકલે છે અથવા ગ્રુપ બનાવીને મેસેજ મોકલવામાં આવે છે, પરંતુ આજે અમે તમને એક આવી જ ટ્રીક વિશે જણાવીશું. જેની મદદથી તમારે આ બંને વસ્તુઓ કરવાની જરૂર નહીં પડે.

 

256 લોકોને એક જ સમયે ગ્રુપ બનાવ્યા વગર મેસેજ મોકલો

WhatsApp તેના યુઝર્સને ન્યૂ બ્રોડકાસ્ટ નામનું ઘણુ ઉપયોગી ફિચર આપે છે. તેની મદદથી તમે એક જ મેસેજ 256 લોકોને એક સાથે મોકલી શકો છો. તમારે આ માટે ગ્રુપ બનાવવાની પણ જરૂર નથી. તમે બ્રોડકાસ્ટ લિસ્ટ દ્વારા ઘણા લોકોને આ સંદેશ મોકલી શકો છો. આવો જાણીએ આ ફીચર કેવી રીતે કામ કરે છે.

 

આ રીતે કામ કરે છે New Broadcast ફીચર

* New Broadcast ફીચરનો ઉપયોગ કરવા માટે પહેલા સ્માર્ટફોન પર વોટ્સએપ ઓપન કરો.
* આ પછી તમે ઉપર જમણી બાજુએ થ્રી ડોટ્સ જોવા મળશે, તેમના પર ક્લિક કરો.
* હવે આમાં ઘણા બધા ઓપ્શન તમારી સામે આવશે, જેમાંથી તમારે New Broadcast ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે.
* ન્યૂ બ્રોડકાસ્ટ પર ક્લિક કરવાની સાથે જ કોન્ટેક્ટ લીસ્ટ તમારી સામે આવશે.
* હવે તમે જે નંબર્સ પર મેસેજ મોકલવા માંગો છો તે સિલેક્ટ કરો.
* આટલુ કર્યા પછી તમારી સામે ચેટ વિન્ડો આવશે.
* હવે તમારે જે પણ મેસેજ મોકલવો છે, તે ગ્રીન ટીક પર ક્લિક કરીને તમે તે બધાને મોકલી શકો છો.

 

 

આ પણ વાંચો: જાણો, 18 વર્ષથી નીચેની વય ધરાવતા લોકો માટે શું છે ગુગલના નવા નિયમ

 

આ પણ વાંચો: WhatsApp પર ડિલિવરી કૌભાંડ શરૂ થયું, એક ભૂલ અને બેંકમાં જમા થયેલા તમામ પૈસા ઉડી જશે

Next Article