ગઇકાલે રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસથી દેશભરમાં વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ડાઉન હતા, જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ પરેશાન થઈ ગયા હતા. લોકોને મેસેજ મોકલવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી. આ ત્રણ પ્લેટફોર્મની ગેરહાજરીમાં, લોકો ટ્વિટર પર આવ્યા અને ચારે બાજુથી જાણે મીમ્સનુ પૂર આવી ગયુ.
Facebook, Instagram અને WhatsApp બંધ થવાની લોકોએ ખૂબ મજા પણ લીધી. તમને બધાને જણાવી દઈએ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ બધા ફેસબુકની માલિકીના છે અને ટ્વિટર તેની હરીફ કંપની છે. આ સ્થિતિમાં ટ્વિટર પર લોકોએ ત્રણેય પ્લેટફોર્મની મજાક ઉડાવી છે.
લોકોના મીમ્સની વાત કરીએ તો, એક યુઝરે મીમ શેર કરતી વખતે એક વીડિયો શેર કર્યો છે, જેમાં ઘણી ભીડ દેખાય છે. આ વીડિયો શેર કરતા યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ડાઉન થયા બાદ, તમામ સોશિયલ મીડિયા યુઝર્સ ટ્વિટર પર આવી રહ્યા છે.’
pic.twitter.com/QJPqnl5U6L Everyone coming onto Twitter after Instagram and WhatsApp go down #instagramdown
— ً (@jdp403) October 4, 2021
#InstagramDown
Twitter users when they hear that Instagram, WhatsApp and Facebook are all down #instagramdown #whatsappdown pic.twitter.com/ZL9mDerXY7— ⒶⒷⒽⒾⓂⒶⓃⓎⓊ (@_Abhimanyu____) October 4, 2021
અન્ય યુઝરે બીજો વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક છોકરો ખૂબ જ આનંદથી ઝૂલતો હોય છે અને તેની નજીક આગ લાગે છે. આ વીડિયો શેર કરતી વખતે તેણે બતાવ્યું છે કે જે છોકરો ઝૂલતો હોય તે ટ્વિટર છે અને આગની નજીક ઉભેલા લોકો વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક છે.
WhatsApp, Instagram and Facebook are down
My phone: pic.twitter.com/cbpFISlc4F
— ᴅᴇᴊɪ ᴀɢᴀɪɴ #BbNaija (@ImoleDeji) October 4, 2021
This is What Happens! Twitter is Always there to help WhatsApp, Facebook and Instagram when they are down #facebookdown pic.twitter.com/eroc0JE6sD
— (@immdazahar) October 4, 2021
Favorite pics
Whatsapp pic.twitter.com/1IhljVUVVM— Akarsh Katiyar (@i_amAkarsh) October 4, 2021
ત્રણેય પ્લેટફોર્મ ડાઉન હોવાની સમસ્યા એન્ડ્રોઈડ, આઈઓએસ અને કોમ્પ્યુટર પર દેખાઈ, જેના કારણે યુઝર્સ ખૂબ પરેશાન થઈ ગયા છે. જ્યાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓ પોસ્ટ દ્વારા તેમના પ્લેટફોર્મ અપડેટ કરવામાં અસમર્થ છે, તો WhatsApp વપરાશકર્તાઓ સંદેશા મોકલવા અને પ્રાપ્ત કરવામાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
જો કે, ફેસબુકે આ સંદર્ભે એક નિવેદન જારી કર્યું હતુ અને કહ્યું હતુ કે સમસ્યાનો ટૂંક સમયમાં ઉકેલ આવી જશે. પોસ્ટ શેર કરતાં તેમણે લખ્યું, ‘અમે જાણીએ છીએ કે કેટલાક લોકોને અમારી એપ અને પ્રોડક્ટ્સ એક્સેસ કરવામાં સમસ્યા આવી રહી છે. અમે શક્ય તેટલી વહેલી તકે વસ્તુઓ સામાન્ય કરવા માટે કામ કરી રહ્યા છીએ, અને કોઈ પણ અસુવિધા માટે અમે દિલગીર છીએ.”
આ પણ વાંચો –
આ પણ વાંચો –
Published On - 7:44 am, Tue, 5 October 21