WhatsApp પેમેન્ટમાં આવ્યું એક જોરદાર ફીચર, હવે પૈસા મોકલવા થશે વધુ રોમાંચક

|

Aug 17, 2021 | 4:34 PM

WhatsApp Payment 227 બેંકો સાથે રીઅલ ટાઇમ પેમેન્ટ સેવા આપે છે. હવે નવા ફીચરના ઉમેરા સાથે, પેમેન્ટ કરવુ વધુ આનંદદાયક બનશે અને સાથે જ તમે એ પણ જણાવી શકશો કે ચુકવણી કેમ કરવામાં આવી રહી છે.

WhatsAppએ તેની પેમેન્ટ(payment) સર્વિસમાં એક નવું ફીચર ઉમેર્યું છે, જેમાં તમે પૈસા મોકલતી વખતે તે પાછળનું કારણ પણ ઉમેરી શકો છો. આ નવા ફીચર દ્વારા વોટ્સએપ યુઝર્સ વોટ્સએપ દ્વારા બનાવેલ વિવિધ આર્ટફુલ એક્સપ્રેશન્સનો ઉપયોગ કરી શકશે. આમાં, તમને જન્મદિવસ, રજા અથવા ભેટ અને મુસાફરી માટે ચૂકવણી વિશે પહેલેથી જ આર્ટફુલ એક્સપ્રેશન્સ મળશે.

 

 

વોટ્સએપે કહ્યું કે આ ફીચર અપડેટનો મુખ્ય હેતુ મિત્રો અથવા પરિવારને પૈસા મોકલતી વખતે એક્સપ્રેશન એલિમેન્ટ ઉમેરીને સેન્ડર અને રિસીવરને પર્સનલાઈજ્ડ એક્સપ્રેશન આપવાનો છે. તમને જણાવી દઈએ કે દેશના તમામ યુઝર્સ માટે WhatsApp પેમેન્ટ(WhatsApp payment) લાઈવ થઈ ગયું છે, જે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની ભાગીદારીમાં ડેવલપ કરવામાં આવ્યું છે. તે 227 બેન્કો સાથે રીઅલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ ઓફર કરે છે.

 

WhatsApp પર પેમેન્ટ બેકગ્રાઉન્ડ કેવી રીતે બદલવુ?

– વોટ્સએપ ચેટમાં અટેચમેન્ટ(Attachment) આઈકોન પર ટેપ કરો.
– પેમેન્ટ પર ટેપ કરો અને તમે જેટલી રકમ મોકલવા માંગો છો તે દાખલ કરો.
– આ પછી મોબાઈલ સ્ક્રીન પર હાજર સ્ટાર્સ આઈકોન પર ટેપ કરો અને તમારી પસંદગીનું બેકગ્રાઉન્ડ પસંદ કરો.
– આ કર્યા પછી UPI પીન દાખલ કરો અને પેમેન્ટ કરો.

 

અહીં ઉપલબ્ધ વીડિયોમાં તેના વિશે વધુ જાણી શકો છો
 

તમને જણાવી દઈએ કે વોટ્સએપ તેના યુઝર્સ માટે સતત નવા ફીચર્સ ઉમેરી રહ્યું છે. તાજેતરમાં કંપનીએ ફોટા અને વીડિયો માટે ‘View Once’ ફીચર ઉમેર્યું છે. આ ફીચર પહેલેથી જ બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ હતુ અને માત્ર Android ડિવાઈસ ધરાવતા યુઝર્સ જ એક્સેસ કરી શકે છે.

 

‘View Once’ ફીચર સ્નેપચેટથી પ્રેરિત છે અને આ મોડમાં મોકલવામાં આવેલા ફોટોસ અને વીડિયો માત્ર એક જ વાર જોઈ શકાય છે. એકવાર જોયા પછી ફોટો અને વીડિયો આપમેળે અદૃશ્ય થઈ જાય છે અને યુઝર્સ તેને ફરીથી જોઈ શકતા નથી.જો કે ફોટો અથવા વીડિયો મેળવનાર વ્યક્તિ સ્ક્રીનશોટ લઈ શકે છે કારણ કે કંપનીએ તેના પર પ્રતિબંધ મૂક્યો નથી.

 

આ પણ વાંચો: 4 વર્ષ પહેલા બનાવેલા વોટ્સએપ ગ્રુપ દ્વારા પોલીસ કોન્સ્ટેબલે રોકી 15 કરોડની લૂંટ, જાણો કેવી રીતે ઓનલાઈન ફ્રોડની ઘટના બનાવી નિષ્ફળ

 

આ પણ વાંચો: તાલિબાનીઓને લઇને અમેરીકી ટેક કંપનીઓના વલણ સામે સવાલ, આતંકવાદીઓ વાપરી રહ્યા છે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ

Next Video