Surya Grahan Live Streaming : આજે વર્ષના પ્રથમ સૂર્યગ્રહણનું Live સ્ટ્રીમિંગ જુઓ તમારા મોબાઈલમાં, અહીં છે લિંક

|

Apr 08, 2024 | 5:50 PM

આજે પૃથ્વી અને સૂર્ય વચ્ચે એક ખૂબ જ ખાસ ઘટના બનવા જઈ રહી છે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે રાત્રે 9:12 વાગ્યાથી થશે. જો કે આ સૂર્યગ્રહણ પૃથ્વીના અમુક ભાગોમાં જ જોવા મળશે. પરંતુ તમારે ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે તમે ઘરે બેસીને સૂર્યગ્રહણ જોઈ શકો છો. તેની પદ્ધતિ અહીં જાણો.

Surya Grahan Live Streaming : આજે વર્ષના પ્રથમ સૂર્યગ્રહણનું Live સ્ટ્રીમિંગ જુઓ તમારા મોબાઈલમાં, અહીં છે લિંક
Live streaming of the first solar eclipse

Follow us on

અવકાશમાં આજે એક રોમાંચક ઘટના બનવા જઈ રહી છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે એક દુર્લભ નજારો જોવા મળશે જે ઘણા વર્ષોમાં એકવાર જોવા મળે છે. આજે એટલે કે 8મી એપ્રિલે વર્ષનું પ્રથમ સૌથી લાંબુ સૂર્યગ્રહણ થશે. આ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે અને આ દરમિયાન આકાશ અંધારું થઈ જશે. જો કે આ નજારો દરેક જગ્યાએ દેખાતો નથી, પરંતુ સૂર્યગ્રહણ વિશ્વના અમુક ભાગોમાં જ જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણ થાય છે, જેના કારણે સૂર્ય સંપૂર્ણપણે છુપાઈ જાય છે. આ ઘટનાને સંપૂર્ણ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.

8 એપ્રિલે થનારું આ સૂર્યગ્રહણ લગભગ 4 કલાક 25 મિનિટ સુધી દેખાતુ રહેશે. ભારતમાં પણ આ ગ્રહણની ઘણી ચર્ચા થઈ રહી છે કારણ કે ભારતમાં બીજા જ દિવસથી હિંદુઓની ચૈત્ર નવરાત્રી શરૂ થઈ રહી છે. આવો જાણીએ ભારત સહિત વિશ્વમાં વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ક્યારે અને ક્યાં જોવા મળશે.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

સૂર્યગ્રહણ કયા સમયે દેખાશે ?

2024નું સૂર્યગ્રહણ 8 એપ્રિલે એટલે કે આજે રાતે દેખાશે. મેક્સિકો, અમેરિકા અને કેનેડા વચ્ચે 185 કિલોમીટરના અંતરે સૂર્યગ્રહણ સ્પષ્ટપણે દેખાશે. અહીં આકાશ સાવ અંધારું થઈ જશે. તે અમેરિકાના અલગ-અલગ 18 રાજ્યોમાં પણ જોઈ શકાય છે. જોકે, સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. પણ તેમ છત્તા ઓનલાઈન જોઈ શકાશે.

તમને જણાવી દઈએ કે ભારતીય સમય અનુસાર 8 એપ્રિલે રાત્રે 9:12 કલાકે સૂર્યગ્રહણ શરૂ થશે અને 9 એપ્રિલ, 2024 ના રોજ સવારે 2:22 વાગ્યા સુધી ચાલુ રહેશે.

ભારતીયો ઘરે બેઠા લાઈવ સ્ટ્રીમીંગથી જોઈ શકશે સૂર્યગ્રહણ

જો તમે સૂર્યગ્રહણ જોવા માંગો છો તો તમારે અમેરિકા કે કેનેડા જવાની જરુર નથી પણ તમે ઘરે બેઠા જ આ નજારાને તમારી આંખોથી નિહાળી શકો છો. તેના માટે નાસાનું લાઈવ સ્ટ્રીમ રાતે શરુ થવા જઈ રહ્યું છે. અમેરિકન સ્પેસ એજન્સી 8 એપ્રિલે ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગ્યે તેનું લાઈવ સ્ટ્રીમ શરૂ કરશે. લાઈવ સ્ટ્રીમિંગ બપોરે 1:30 વાગ્યા સુધી ચાલુ રહેશે. સૂર્યગ્રહણ લાઈવ જોવા માટે આ વિડિયો જોઈ શકો છો.

તમે મેકડોનાલ્ડ ઓબ્ઝર્વેટરીનું લાઈવ સ્ટ્રીમ પણ જોઈ શકો છો. આ ઉપરાંત, આજે રાત્રે 10 વાગ્યાથી સ્કાયવોચિંગ વેબસાઇટ timeanddate.com પર લાઇવ સ્ટ્રીમ પણ શરૂ થશે.

Published On - 3:33 pm, Mon, 8 April 24

Next Article