હવે ફ્લાઇટમાં પણ મળશે Wi-Fi ની સુવિધા, BSNLને મળ્યું In-Flight broadband ઇન્ટરનેટ સેવાનું લાયસન્સ

|

Oct 23, 2021 | 9:54 AM

BSNLના સ્ટ્રેટેજિક પાર્ટનર અને વૈશ્વિક સેટેલાઇટ પ્લેયર Inmarsatએ આ વાતની પુષ્ટિ કરી છે. કે ટેલિકોમ કંપનીને Inmarsat ની ગ્લોબલ એક્સપ્રેસ (Gx) મોબાઇલ બ્રોડબેન્ડ સેવાનું લાઇસન્સ મળી ગયું છે.

હવે ફ્લાઇટમાં પણ મળશે Wi-Fi ની સુવિધા, BSNLને મળ્યું In-Flight broadband ઇન્ટરનેટ સેવાનું લાયસન્સ
Video calling now possible inside flights, BSNL gets license for In-Flight broadband connectivity

Follow us on

સરકારી માલિકીની ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ને ઇન-ફ્લાઇટ સર્વિસ આપવાનું લાઇસન્સ મળ્યું છે. એટલું જ નહીં, સરકારી કંપનીને મેરીટાઇમ લાઇસન્સ પણ મળ્યું છે, જેનો અર્થ એ છે કે કંપની આ સુવિધા ઘરેલુ ફ્લાઇટ્સ તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં પણ આપી શકે છે. ટૂંક સમયમાં તમે ઇન્ડિયન એરલાઇન્સના વિમાનમાં આ સુવિધા મેળવી શકો છો. અહેવાલ મુજબ ટેલિકોમ વિભાગે સરકારી ટેલિકોમ કંપનીને આ લાઇસન્સ આપ્યું છે.

રિપોર્ટ અનુસાર, BSNLના સ્ટ્રેટેજિક પાર્ટનર અને વૈશ્વિક સેટેલાઇટ પ્લેયર Inmarsatએ આ વાતની પુષ્ટિ કરી છે. કે ટેલિકોમ કંપનીને Inmarsat ની ગ્લોબલ એક્સપ્રેસ (Gx) મોબાઇલ બ્રોડબેન્ડ સેવાનું લાઇસન્સ મળી ગયું છે. આના દ્વારા કંપની ભારતમાં ઈન-ફ્લાઇટ ઈન્ટરનેટ સેવા પૂરી પાડી શકે છે.

શિપ ઓપરેશન અને ક્રૂ વેલફેર સર્વિસ BSNLને આપવામાં આવેલા આ લાયસન્સનો લાભ મેળવશે. સાથે જ BSNL દ્વારા પ્રાપ્ત આ લાયસન્સ એ પણ સુનિશ્ચિત કરશે કે આ સેવાનો લાભ સરકારી સંસ્થાઓ તેમજ સામાન્ય વપરાશકર્તાઓને મળી રહેશે. કંપની આ માટે તબક્કાવાર કામ શરૂ કરશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બીએસએનએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પી કે પુરવારે જણાવ્યું હતું કે, ગ્લોબલ એક્સપ્રેસને સરકાર તેમજ વિશ્વભરના ગતિશીલતા ગ્રાહકોને હાઇ સ્પીડ સેટેલાઇટ કમ્યુનિકેશન સેવા પૂરી પાડવા માટે માન્યતા મળી છે. હવે તેઓ ભારતીય વપરાશકર્તાઓને આ સુવિધા આપીને ખુશ છે. તે GX Ka  બેન્ડ પર કામ કરે છે અને તે દિલ્હીની બાજુમાં આવેલા ગાઝિયાબાદમાં સ્થિત છે. આ સેવા એક પ્રકારનું હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ નેટવર્ક છે અને તેને ગતિશીલતા અને સરકારી ગ્રાહકો માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે.

આ પણ વાંચો –

Petrol Price Today: આ સપ્તાહમાં પ્રથમ વખત ક્રૂડ ઓઇલના ઘટ્યા ભાવ, હવે પેટ્રોલ અને ડીઝલ પર શું થશે અસર, જુઓ શું છે નવા ભાવ ?

આ પણ વાંચો –

T20 World Cup 2021: સુપર 12 ના ‘ગૃપ ઓફ ડેથ’ માં ફસાઇ આ 6 ટીમો, કેવી રહેશે ટીમ ઇન્ડિયાની સ્થિતી, જાણો

આ પણ વાંચો –

Jammu Kashmir: આતંકવાદી નેટવર્ક તોડવા એક્શન પ્લાન, અમિત શાહની મુલાકાત પહેલા 26 આતંકી ગુનેગારોને આગ્રા જેલમાં ખસેડવામાં આવ્યા

Next Article