Vaccination in India : હવે Google પણ તમને આપશે વેક્સિન, સ્લોટ અને સેન્ટર વિશેની માહિતી

|

Sep 02, 2021 | 1:41 PM

યૂઝર્સ અંગ્રેજી સિવાય 8 ભારતીય ભાષામાંઓમાં પણ વેક્સિનેશનને લઇને જાણકારી મેળવી શકશે. જેમાં કન્નડ, હિન્દી, બંગાળી, તેલુગુ, મલયાલમ, ગુજરાતી અને મરાઠી સામેલ છે.

Vaccination in India : હવે Google પણ તમને આપશે વેક્સિન, સ્લોટ અને સેન્ટર વિશેની માહિતી
Now Google will also give you information about vaccines, slots and centers

Follow us on

ભારતની વેક્સિનેશન ડ્રાઇવમાં મદદ કરવા માટે Google કેટલીક નવી સુવિધઓ જોડી રહ્યુ છે. આ અઠવાડિયાના અંતમાં, Google મેપ્સ, Google આસિસ્ટન્ટ અને સર્ચમાં નજીકના Covid-19 વેક્સિનેશન સેન્ટરની વિસ્તૃત જાણકારી તેમાં સામેલ હશે. વેક્સિનની ઉપલબ્ધતા અને ટાઇમ સ્લોટ વિશેની રિયલ ટાઇમ જાણકારી આપવા માટે તે ભારતના CoWIN પોર્ટલથી એપીઆઇ લાગુ કરવાથી આ સુવિધા સંચાલિત થશે.

ગુગલે કહ્યુ કે, વેક્સિનેશન હેલ્પ ડેસ્ક 13,000 થી વધુ લોકેશન્સ પર આખા ભારતમાં ઉપલબ્ધ છે. તેવામાં અપોઇન્ટમેન્ટ અને સ્લોટના આધાર પર જાણકારી આપવામાં આવશે. આનાથી તમને દરેક સેન્ટર્સ વિશે જાણકારી મળી જશે ત્યાં એ પણ ખબર પડશે કે કોણ પહેલો ડોઝ લઇ રહ્યુ છે અને કોણ બીજો ડોઝ. આ સિવાય સેન્ટર પર કઇ વેક્સિન આપી રહ્યા છે અને જો તેની કિંમત નક્કી હશે તો તે પણ ગુગલ બતાવશે.

મહત્વની વાત છે કે અપોઇન્ટમેન્ટ બુક કરવા માટે યૂઝર્સને હજી પણ CoWIN વેબ પોર્ટલ પર જવાનું રહેશે. જોકે ગુગલ મેપ્સ અને અન્ય સેવાઓ પર એક ક્વિક લિંક મળશે જે યૂઝર્સને પોર્ટલ સુધી જલ્દી પહોંચવામાં મદદ કરશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ગુગલ સર્ચના નિદેશક હેમા બુદરાજુએ જણાવ્યુ કે, કારણ કે લોકો પોતાના જીવનને પ્રબંધિત કરવા માટે મહામારી સાથે જોડાયેલી જાણકારી હજી પણ પ્રાપ્ત કરી રહ્યા છે. અમે અમારા પ્લેટફોર્મ્સ પર અધિકારીક અને સમય પર જાણકારી શોધવા અને શેર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. જે લોકો ગુગલ મેપ્સનો ઉપયોગ નથી કરતા, તો તે જ જાણકારી તેમને ગુગલ સર્ચ એપ અને ગુગલ આસિસ્ટન્ટના માધ્યમથી પણ મળશે. જ્યારે કોઇ પણ વ્યક્તિ વેક્સિનને સંબંધિત શબ્દોને સર્ચ કરશે તો તેમને આ જોવા મળશે.

ગુગલ કેટલીક ક્ષેત્રિય ભાષાઓમાં વેક્સિન સંબંધિત જાણકારી પણ લાવ્યુ છે. યૂઝર્સ અંગ્રેજી સિવાય 8 ભારતીય ભાષામાંઓમાં પણ વેક્સિનેશનને લઇને જાણકારી મેળવી શકશે. જેમાં કન્નડ, હિન્દી, બંગાળી, તેલુગુ, મલયાલમ, ગુજરાતી અને મરાઠી સામેલ છે.

 

આ પણ વાંચો –

Video: આવા ભારતીય મુસલમાનો પર નસીરુદ્દીન શાહનો ગુસ્સો સાતમાં આસમાને, ધર્મને લઈને પૂછ્યો આ સવાલ

આ પણ વાંચો –

ગાયને ન્હાવાનું મન થતા સ્વિમિંગ પૂલમાં લગાવી ડુબકી ! પછી જે થયુ એ જોઈને તમને પણ આશ્વર્ય થશે

આ પણ વાંચો –

Green technology : અમેરિકાના વિશેષ રાજદૂત જોન કેરી અને ચીનના અધિકારી સાથે વણસેલા સંબંધો પર ચર્ચા

Next Article