ઉમંગ (Umang) એપ્લિકેશન ખૂબ ઉપયોગી એપ્લિકેશન છે. આ મોબાઇલ એપ્લિકેશનમાં તમને પ્રોવિડન્ટ ફંડ (PF), ડિજિલોકર, NPS, LPG સિલિન્ડર બુકિંગ, પાનકાર્ડ, યુટિલિટી બિલ વગેરે સંબંધિત સેવાઓ મળે છે. ઉમંગ એપ્લિકેશન દ્વારા, તમે એક જગ્યાએ અલગ અલગ પ્રકારની સરકારી અને ઉપયોગિતા સેવાઓનો ઉપયોગ કરી શકો છો. આ એપ્લિકેશન, Android, iOS અને તમામ વેબ બ્રાઉઝર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી તકનીક મંત્રાલય (MeitY) અને રાષ્ટ્રીય ઇ-ગવર્નન્સ વિભાગ (NeGD) દ્વારા તૈયાર કરવામાં આવી છે.
ઉમંગ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી
એન્ડ્રોઇડ ફોન વપરાશકર્તાઓ આ એપને પ્લે સ્ટોર અને આઇફોન વપરાશકર્તાઓ એપ સ્ટોરથી ડાઉનલોડ કરી શકે છે. વપરાશકર્તાઓ 9718397183 પર મિસ્ડ કોલ કરીને પણ એપ્લિકેશનની લિંક મેળવી શકે છે. આ સિવાય, https://web.umang.gov.in પણ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે રીડાયરેક્ટ કરે છે.
UMANGની મદદથી તમે ઘરે બેઠા ઘણા કામ રી શકો છો
ઉમંગ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી વિવિધ સેવાઓનો લાભ લેવા માટે ઘણી પ્રકારની એપ્લિકેશનો ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં. આ એપ્લિકેશનની મદદથી પ્રોવિડન્ટ ફંડ (PF), ડિજિલોકર, એનપીએસ, ગેસ સિલિન્ડરની બુકિંગ, પાનકાર્ડ, યુટિલિટી બિલ વગેરે સંબંધિત સેવાઓ સરળતાથી મળી શકશે.
એલપીજી સિલિન્ડર બુકિંગ
ઉમંગ એપ્લિકેશનની મદદથી તમે ભારત, ઈન્ડેન અને એચપી સહિતની તમામ કંપનીઓના ગેસ સિલિન્ડર બુક કરી શકો છો. આ એક તમને આ સુવિધા સરળતાથી ઉપલબ્ધ કરાવે છે અને ડિલરને ત્યાં જવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવે છે.
PF ખાતા ધારકો માટે પણ UMANG એપ્લિકેશન ખૂબ ઉપયોગી છે
પીએફ એકાઉન્ટ ધારકો UMANG એપ્લિકેશન દ્વારા ગણતરીના સમયમાં તેમનું કામ પતાવી શકે છે. હાલમાં, UMANG એપ્લિકેશન પર પીએફ સંબંધિત 10 થી વધુ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનની મદદથી તમે પીએફ બેલેન્સને ખૂબ જ સરળતાથી જાણી શકો છો. આ એપ્લિકેશન દ્વારા 10C ફોર્મ, પાસબુક, ક્લેઇમ રાઇઝ, ટ્રેક ક્લેમ, UAN એક્ટિવેશન વગેરે કરી શકાય છે.