Twitter’s Blue Tick: તમે પણ તમારા એકાઉન્ટને વેરિફાઈ કરાવી શકો છો, જાણો કેવી રીતે?

|

May 21, 2021 | 7:20 PM

ટ્વીટરે (Twitter) પોતાના યૂઝર્સ માટે વેરિફિકેશન એપ્લિકેશન (Verification Application) પ્રોસેસની શરૂઆત કરી છે. આ એપ્લિકેશનના થકી લોકોના વેરિફિકેશનને એક વાર ફરીથી શરૂ કરવામાં આવશે. લગભગ 3 વર્ષથી પબ્લિક માટે આ સુવિધા બંધ હતી.

Twitters Blue Tick: તમે પણ તમારા એકાઉન્ટને વેરિફાઈ કરાવી શકો છો, જાણો કેવી રીતે?
File Image

Follow us on

ટ્વીટરે (Twitter) પોતાના યૂઝર્સ માટે વેરિફિકેશન એપ્લિકેશન (Verification Application) પ્રોસેસની શરૂઆત કરી છે. આ એપ્લિકેશનના થકી લોકોના વેરિફિકેશનને એક વાર ફરીથી શરૂ કરવામાં આવશે. લગભગ 3 વર્ષથી પબ્લિક માટે આ સુવિધા બંધ હતી.

 

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

કંપની જાતે જ એકાઉન્ટ વેરિફાઈ કરતી હતી અથવા તો કોઈ કંપનીની અપીલ પર કરતી હતી, પરંતુ હવે યૂઝર્સ જાતે જ પોતાના એકાઉન્ટ પર બ્લુ ટીક (Blue Tick) મેળવવા માટે એપ્લાય કરી શકે છે. શરૂઆતમાં આ પ્રોસેસ કરવામાં આવતી હતી, પરંતુ ટ્વીટરે 16 નવેમ્બર 2017થી આ સુવિધા બંધ કરી દીધી હતી.

 

કોણ કરી શકે છે એપ્લિકેશન?

તમને જણાવી દઈએ કે કંપનીએ પોતાની આ પ્રોસેસને સંપૂર્ણ રીતે બદલી દીધી છે. હવે યૂઝર્સ સેટિંગ્સમાં જઈને પણ કરી શકશે. વેરિફિકેશનના નિયમો અને યોગ્યતામાં પણ કંપની દ્વારા બદલાવ કરવામાં આવ્યા છે. કંપનીએ વેરિફિકેશન માટેની યોગ્યતા માટે એક લિસ્ટ બનાવ્યું છે તે પ્રમાણે સરકાર, કંપનીઓ, કોઈ બ્રાંડ, ઓર્ગેનાઈઝેશન, ન્યૂઝ ઓર્ગેનાઈઝેશન, પત્રકાર, સ્પોર્ટ્સ સાથે જોડાયેલ વ્યક્તિ, એન્ટરટેઈન્મેન્ટ સાથે જોડાયેલો વ્યક્તિ, કોઈ એક્ટિવિસ્ટ અથવા તો ઈન્ફ્લુએન્સર વગેરે બ્લુ ટીક માટે એપ્લાય કરી શકે છે.

 

 

ટ્વીટરે પોતાના તરફથી કેટલાક નિયમો લાગુ કર્યા છે. બ્લુ ટીક માટે એપ્લાય કરનાર વ્યક્તિનું એકાઉન્ટ 6 મહિનાથી એક્ટિવેટ હોવુ જોઈએ, તેમણે એકાઉન્ટને લગતી તમામ જાણકારી અપ ટૂ ડેટ રાખવી પડશે, જેમકે નામ, ઈમેઇલ આઈડી, ફોન નંબર વગેરે વેરિફાઈડ હોવા જાેઈએ. સાથે જ તેણે ટ્વીટરની કોઈ પણ પોલિસીનું ઉલ્લંઘન કર્યુ ન હોવુ જોઈએ. વેરિફિકેશન દરમિયાન સરકાર દ્વારા જાહેર કરાયેલ આઈડી પણ આપવા પડશે.

 

 

આ પ્રોસેસની શરૂઆત ટ્વીટરના તરફથી થોડા સમયમાં શરૂ કરી દેવામાં આવશે. યૂઝર્સના સેટિંગ્સમાં તેમને વેરિફિકેશન એપ્લિકેશનનું ઓપ્શન દેખાવા લાગશે. ટ્વીટરે આ વખતે પોતાની પ્રોસેસને પહેલા કરતા બદલી નાંખી છે. આ ઓપ્શનને સિલેક્ટ કરીને ટ્વીટર દ્વારા જણાવવામાં આવતા સ્ટેપ્સને ફોલોવ કરીને યૂઝર્સ પોતાના એકાઉન્ટને વેરિફાઈ કરી શકે છે.

 

શું હોય છે બ્લુ ટીક?

કોઈ પણ એકાઉન્ટ એ ફેક નથી અને તેના યૂઝરની પ્રમાણિકતા દર્શાવવા માટે બ્લુ ટીક અથવા તો વેરિફિકેશન બેજ આપવામાં આવે છે, તેનાથી સાબિત થાય છે કે એકાઉન્ટ પ્રમાણિત છે તમે ઘણા સેલિબ્રિટીઝ અને મોટી મોટી કંપનીઓ અથવા તો નેતાઓના એકાઉન્ટ પર આવુ બ્લુ ટીક જોયુ હશે હવે આ ટીક માટે તમે પણ સરળતાથી એપ્લિકેશન કરી શકો છો.

 

Published On - 7:19 pm, Fri, 21 May 21

Next Article