Twitterએ લીધો મોટો નિર્ણય, હવે શેર નહીં કરી શકાય પર્સનલ ફોટો અને વીડિયો, જાણો વિગત

|

Dec 01, 2021 | 9:50 AM

ટ્વિટરે આ પગલું તેના નવા સીઈઓ પરાગ અગ્રવાલે (Parag Agarwal) જવાબદારી સંભાળ્યા બાદ ઉઠાવ્યું છે. ટ્વિટર અનુસાર, આ અપડેટ પાછળનો હેતુ તેની એન્ટી હેરેસમેન્ટ નીતિઓને વધુ મજબૂત બનાવવાનો છે.

Twitterએ લીધો મોટો નિર્ણય, હવે શેર નહીં કરી શકાય પર્સનલ ફોટો અને વીડિયો, જાણો વિગત

Follow us on

ટ્વિટરે (Twitter) મંગળવારે નવા નિયમો રજૂ કર્યા છે. જેમાં અન્ય લોકો તેમની સંમતિ વિના યુઝર્સના ફોટો અને વીડિયો શેર કરી શકશે નહીં. ટ્વિટરે આ પગલું તેના નવા સીઈઓ પરાગ અગ્રવાલે (Parag Agarwal) જવાબદારી સંભાળ્યા બાદ ઉઠાવ્યું છે. ટ્વિટર અનુસાર, આ અપડેટ પાછળનો હેતુ તેની એન્ટી હેરેસમેન્ટ નીતિઓને વધુ મજબૂત બનાવવાનો છે.

નવા નિયમો હેઠળ, જે લોકો સાર્વજનિક વ્યક્તિઓ નથી તેઓ ટ્વિટરને તેમની સંમતિ વિના પોસ્ટ કરવામાં આવેલા ફોટા અથવા વીડિયોને દૂર કરવા માટે કહી શકે છે. ટ્વિટરે કહ્યું કે આ નીતિ “પબ્લીક ફિગરને અને વ્યક્તિઓ પર લાગુ પડતી નથી જ્યારે મીડિયા જાહેર હિતમાં તેમના ટ્વિટ શેર કરે છે.” આમાં વ્યક્તિગત માહિતી જાહેર કરવાની ધમકી આપવી અથવા અન્ય લોકોને આમ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ સમાવેશ થાય છે.

ટ્વિટર અનુસાર, અંગત ફોટા અને વીડિયો શેર કરવાથી વ્યક્તિની ગોપનીયતાનો ભંગ થઈ શકે છે અને તેનાથી ભાવનાત્મક અથવા શારીરિક નુકસાન પણ થઈ શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, ખાનગી મીડિયાનો દુરુપયોગ દરેકને અસર કરી શકે છે પરંતુ મહિલા કાર્યકર્તાઓ, લઘુમતી સમુદાયના સભ્યો પર તેની વિપરીત અસર પડે છે. કંપનીના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિ અથવા તેના પ્રતિનિધિ દ્વારા જાણ કરવામાં આવે છે કે તેઓએ તેમના અંગત ફોટા અથવા વીડિયો શેર કરવાની પરવાનગી આપી નથી, તો અમે તેને દૂર કરીશું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તમને જણાવી દઈએ કે ટ્વિટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) નું પદ છોડી દીધું છે. ભારતીય મૂળના અધિકારી પરાગ અગ્રવાલ જેક ડોર્સીની જગ્યા લેશે. IIT-બોમ્બે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી, અગ્રવાલ 2011 થી Twitter પર કામ કરી રહ્યા છે અને 2017 થી કંપનીના CTO છે. જ્યારે તે કંપનીમાં જોડાયો ત્યારે તેની કર્મચારીઓની સંખ્યા 1,000 કરતા ઓછી હતી.

આ પણ વાંચો – Petrol Diesel Price Today: ક્રૂડ ઓઈલના ભાવમાં થયો મોટો ઘટાડો, સસ્તું થઈ શકે છે પેટ્રોલ – ડીઝલ! જાણો લેટેસ્ટ રેટ

આ પણ વાંચો – Crime: બાળકોની સામે મહિલાને બેરહેમીથી પડ્યો માર, CCTV ફૂટેજ સામે આવ્યા ! MLA પર હુમલાનો આરોપ, 2ની ધરપકડ

આ પણ વાંચો – Happy Birthday Udit Narayan : ઉદિત નારાયણ સ્ટ્રગલના દિવસોમાં હોટલમાં ગાતા હતા ગીત, 10 વર્ષ પછી આ ગીતે આપી ઓળખ

Next Article