Twitter Indiaની ચીફ મહિમા કૌલે આપ્યું રાજીનામું, જાણો શું હતું કારણ

|

Feb 07, 2021 | 5:55 PM

ટ્વિટર ઈન્ડિયાના (Twitter India) એક સીનીયર એક્ઝીક્યુટીવે મહિમા કૌલના રાજીનામાની પુષ્ટિ કરી છે. મહિમા કૌલે કારણ અંગત હોવાનું કહ્યું છે.

Twitter Indiaની ચીફ મહિમા કૌલે આપ્યું રાજીનામું, જાણો શું હતું કારણ
Twitter India

Follow us on

ટ્વિટર ઈન્ડિયા (Twitter India) ની પબ્લિક પોલીસી હેડ મહિમા કૌલએ (Mahima Kaul) રાજીનામું આપી દીધું છે. તેમણે આનું કારણ અંગત હોવાનું જણાવ્યું છે.

કંપનીએ કૌલના રાજીનામાની પુષ્ટિ કરી
સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્વિટર ઈન્ડિયાના (Twitter India) એક સીનીયર એક્ઝીક્યુટીવે મહિમા કૌલના રાજીનામાની પુષ્ટિ કરી છે. મહિમા કૌલે કહ્યું કે તેણે થોડો સમય બ્રેક લેવા માટે કંપની છોડી છે.

ટ્રાંઝીશન પીરીયડ પર છે મહિમા

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જાણવા મળ્યું છે કે મહિમા કૌલએ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં જ ટ્વિટરને બાય બાય કહ્યું હતું. અત્યારે તે ટ્રાંઝીશન પીરીયડ પર ફરજ બજાવી રહી છે. અને તે આ રીતે માર્ચ સુધી કંપની સાથે જોડાયેલી રહેશે. ટ્વિટર ઈન્ડિયાએ પબ્લિક પોલીસી હેડની જોબ માટેની સૂચના પોતાની વેબસાઈટ પર મૂકી છે.

ટ્વિટરના ગ્લોબલ પોલીસી હેડે દુ:ખ વ્યક્ત કર્યું
ટ્વિટરની ગ્લોબલ પોલિસી હેડ Monique Mecheએ કહ્યું કે ‘આ વર્ષની શરૂઆતમાં મહિમા કૌલે ભારત અને દક્ષિણ એશિયાના ટ્વિટર પબ્લિક પોલિસી ડિરેક્ટરની ભૂમિકાથી પદ છોડવાનું નક્કી કર્યું છે. ટ્વિટર માટે આ મોટું નુકસાન છે. પરંતુ પાંચ વર્ષથી વધુ સમય બાદ તેમના અંગત જીવનમાં સૌથી મહત્વપૂર્ણ લોકો અને સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવાની તેમની ઇચ્છાનો અમે આદર કરીએ છીએ. મહિમા માર્ચના અંત સુધી જોડાયેલી રહેશે.

અનેક વિવાદોમાં ટ્વિટર ઇન્ડિયા
ટ્વિટર ઈન્ડિયાના પોલીસી હેડ મહિમા કૌલના રાજીનામાના સમાચાર એવા સમયે આવ્યા છે. જ્યારે કિસાન આંદોલનને કારણે અનેક વિવાદોનો સામનો ટ્વિટર કરી રહ્યું છે. ભારત સરકારે ટ્વિટરને ‘કિસાનો ક નરસંહાર’ હેશટેગ પર પ્રતિબંધ લગાવવા વિષે નોટિસ ફટકારી છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે મોકલેલી નોટિસમાં હિંસાની હિમાયત કરતા 250 અકાઉન્ટને બંધ કરવા કે કાર્યવાહીની નોટિસ આપવામાં આવી છે.

Next Article